1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (08:30 IST)

Earthquake in Jammu And Kashmir કટરામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.6 ની તીવ્રતા માપવામાં આવી

Earthquake in Jammu And Kashmir: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર (Union Territory Jammu Kashmir)ના કટરામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ આંચકા ગુરુવારે સવારે 5.08 વાગ્યે અનુભવાયા હતા. અત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભૂકંપને કારણે રાજ્યમાં કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર મળ્યા નથી. નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં જમ્મુ -કાશ્મીરમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.
 
 4 ઓગસ્ટના રોજ પણ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકોએ સવારે ચાર વાગ્યે તીવ્ર કંપારો અનુભવ્યો હતો.  તે દિવસે ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. બાદમાં માહિતી આપતા જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસે જણાવ્યું હતું કે ભૂકંપનું એપિક સેંટર (Epicentre) અફઘાનિસ્તાન(Afghanistan)માં હતું. જો કે, ભૂકંપના મજબૂત આંચકા છતાં તે દિવસે પણ કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની જાણ થઈ ન હતી.
 
ભૂકંપ કેમ આવે છે ? 
મનમાં હંમેશા પ્રશ્ન થાય છે કે ભૂકંપ કેમ આવે છે? આ પ્રશ્નનો જવાબ એ છે કે પૃથ્વી પર ઘણી લેયર છે, અને તેની નીચે અનેક અર્થ પ્લેટસ છે. કેટલીકવાર આ પ્લેટો પોતાના સ્થાન પરથી થોડીક સરકી જાય છે, આને કારણે પૃથ્વી પર કંપન અનુભવાય છે. આ ભૌગોલિક હલચલના કેટલાક ઝોન નક્કી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતને કુલ 5 ઝોનમાં વહેંચ્યુ છે. ઝોન 5 માં સૌથી વધુ ભૂકંપનું જોખમ રહે છે, 4માં તેનાથી ઓછુ અને 3 માં તેનાથી પણ ઓછુ જોખમ રહે છે.