મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (08:13 IST)

ગત વર્ષની સરખામણીમાં ગુજરાતમાં 46% ઓછો વરસાદ, 15 જિલ્લામાં 50%થી વધુ વરસાદની ઘટ

રાજ્યમાં અત્યાર સુધી 38.05% વરસાદ થયો છે. ગત વર્ષે 18 ઑગસ્ટ સુધી રાજ્યમાં 83.59% વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 46% ઓછો વરસાદ છે. સરેરાશ વરસાદની સામે રાજ્યમાં 48%ની ઘટ છે.ઓગસ્ટમાં 18 દિવસમાં સરેરાશ એક ઈંચ પણ વરસાદ થયો નથી. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. 15 જિલ્લાઓમાં 50%થી પણ વધારે વરસાદની ઘટ છે. 26 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ છે. માત્ર 6 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ છે.

ગુજરાતના 207 જળાશયોમાંથી માત્ર 3 જળાશય 100 ટકા ભરેલા છે. હાલમાં કુલ જળસંગ્રહ 46.84% છે. સરદાર સરોવર ડેમમાં 45.59% છે. ઉત્તર ગુજરાતમાં 24.12%, મધ્યમાં 36.70%, દક્ષિણમાં 57.92%, કચ્છમાં 21.69%, સૌરાષ્ટ્રમાં 39.31% પાણીનો સંગ્રહ છે. માત્ર 25 ડેમોમાં જ 70%થી વધુ પાણી છે. 72 જળાશયોમાં 25%થી પણ ઓછું પાણી છે. છેલ્લા 30 વર્ષમાં 2000મા સૌથી ઓછો સરેરાશ 18 ઈંચ વરસાદ નોંધાયો હતો.પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે. જોકે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.