બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 ઑગસ્ટ 2021 (22:38 IST)

ગુજરાતમાં આવેલું છે એશિયાનું સૌથી અમીર ગામ, 17 બેંકો, કરોડોની ડિપોઝિટ અને અનેક સુવિધાથી છે સજ્જ

ભારતમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં જિલ્લામાં માધાપર ગામ એક એવું ગામ છે, જે દુનિયાનું સૌથી અમીર ગામ છે. આ ગામમાં 7600 ઘર વચ્ચે 17 બેંક છે. આ બેંકોમાં ગ્રામજનોની મોટી રકમ પણ જમા છે. અહીં મોટાભાગના લોકો વિદેશમાં રહે છે. ગામની સમૃદ્ધિનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે અહીં દૂર દૂરથી લોકો ફરવા આવે છે. સાથે જ વિદેશી મીડિયામાં આ ગામની ખૂબ ચર્ચા થઇ રહી છે. 
જોકે, મીડિયા સમાચારો અનુસાર ગામના અડધાથી વધુ લોકો લંડનમાં રહે છે. 1968 માં લંડનમાં માધાપર વિલેજ એસોસિએશન નામનું સંગઠન બનાવવામાં આવ્યું સાથે જ ગામમાં એક ઓફિસ શરૂ કરવામાં આવી. જેથી બ્રિટનમાં રહેનાર માધાપર ગામના લોકોને એકબીજાના સામાજિક કાર્યક્રમ બહાને મળતા રહે અને એકબીજા સાથે જોડાયેલા રહે. માધાપ્ર ગામના લોકો વિદેશથી પૈસા કમાઇને ગામમાં જમા કરે છે. તેના લીધે ગામની 17 બેંકોમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ જમા છે. સામાન્ય રીતે લોકો લંડન, કેનેડા, અમેરિકા, કેન્યા, યૂગાંડા, મોજોબિક, દક્ષિણ આફ્રિકા અને તંજાનિયા કેન્યા જતા રહ્યા અને ત્યાં વસવાટ કરે છે.  
આ ગામના લોકો હજુ પણ ખેતી કરે છે, કોઇએ પોતાની જમીન વેચી નથી. ગામમાં સ્કૂલ અને કોલેજ સાથે જ આધુનિક ગૌશાળા પણ છે. સાથે જ અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ એક હેલ્થ સેન્ટર પણ છે. ગામની પોસ્ટ ઓફિસમાં 200 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે. ગામના લોકોની સુવિધાઓ માટે કોમ્યુનિટી હોલ પણ છે .સાથે જ તળાવ, પૂલ અને ઉડા બોરવાળા આર્ટિસિયન કુવાઓ સાથે અહીંયા લોકોને આખુ વર્ષ તાજુ પાણી મળી રહે છે. 
 
માધાપર એટલું સમૃદ્ધ ગામ છે કે દુનિયાભરના લોકો જોવા આવે છે. આ ગામમાં પ્લે સ્કૂલથી માંડીને ઇન્ટર કોલેજનો અભ્યાસ હિંદી અને અંગ્રેજી બંને માધ્યમમાં થાય છે. ગામના લોકોને તમામ સામાન એક જગ્યાએ મળી શકે તેના માટે ગામમાં એક શોપિંગ મોલ બનાવ્યો છે. જ્યાં દુનિયાભરની બ્રાંડના કપડાં છે. ગામમાં તળાવ પણ છે અને બાળકોને ન્હાવા માટે શાનદાર સ્વિમિંગ પૂલ પણ. અત્યારે માધાપર વિદેશી મીડિયામાં ખૂબ વાહવાહી પ્રાપ્ત કરી રહ્યું છે.