રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 ઑગસ્ટ 2021 (13:32 IST)

ગુજરાતમાં આવેલું છે દેશનું પ્રથમ પ્લાસ્ટીક કેફે, 1 કિલો કચરાના બદલામાં માણો ચા-નાસ્તાની મજા

આજે કૂદકે ને ભૂસકે પ્લાસ્ટીકનો ઉપયોગ વધી રહ્યો છે. પ્લાસ્ટીકરૂપી કચરો વિશ્વ માટે એક મોટી સમસ્યા બની ગયો છે. વિવિેધ પ્રકારના પેકેજિંગ માટે પ્લાસ્ટિકનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે, દુનિયામાં વર્ષે 50 હજાર કરોડ પ્લાસ્ટિક થેલીઓ ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવે છે. એ મુજબ દર મીનિટે 10 લાખ થેલીઓનો વપરાશ થાય છે. પ્લાસ્ટિક વર્ષો સુધી સડતું ન હોવાથી પૃથ્વીના પર્યાવરણ માટે જોખમી છે. 
 
ત્યારે કેન્દ્રની મોદી સરકારે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર લગામ લગાવતાં મોટો નિર્ણય લીધો છે. કેંદ્ર સરકારે 1 જુલાઇ 2020થી સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ 1 જુલાઇ 2022 થી સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉત્પાદકો જેમ કે પ્લેટ, સ્ટ્રો અને ટ્રે જેવી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધ લગાવ્યા બાદ હવે તો ના તે ઉત્પાદન કે ના તો તેનું વેચાણ કરી શકાશે. 
 
ત્યારે આવો આજે અમે તમને જણાવીએ દેશના અનોખા પ્લાસ્ટિક ફાફે વિશે. જ્યાં પ્લાસ્ટિકના બદલામાં ચા નાસ્તો આપવામાં આવે છે. આ પ્લાસ્ટિક કાફે ગુજરાતના દાહોદ ખાતે આવેલું છે. તંત્ર દ્વારા દાહોદને પ્લાસ્ટિકમુક્ત કરવા માટે અનોખી પહેલ શરૂ કરી છે. એક કિલો પ્લાસ્તિક કચરાના બદલામાં નાસ્તો આપવામાં આવે છે જ્યારે 500 ગ્રામ પ્લાસ્ટિકના બદલામાં ચા- કોફીની મજા માણી શકો છો. દાહોદનું આ કાફેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. 
 
ર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા તેમજ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત કરવા દાહોદમાં એક અનોખા પ્રયોગના ભાગરૂપે દાહોદ માં પ્લાસ્ટિક કેફે શરૂ કરવામાં આવ્યું છે.  અહીં તંત્ર દ્વારા પ્લાસ્ટિકના એક કિલો કચરાના બદલે નાસ્તો અને અડધો કિલોના બદલામાં ચા આપવા આવે છે. આ પહેલને અનોખી પહેલા ગણવામાં આવી રહી છે. 
 
દાહોદ તાલુકા પંચાયતની સામે શરૂ કરવામાં આવેલા પ્લાસ્ટિક કાફેમાં જો વ્યક્તિ 500 ગ્રામ પ્લાસ્ટિક જમા કરાવે તેને ચા અથવા કોફી આપવામાં આવે છે. જ્યારે 1 કિલો પ્લાસ્ટિક જમા કરાવે તો તમે ગોટા, પૌવા, દાબેલી ઓર્ડર કરી શકો છો. આ કેફે બે મહિના પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું. લોકો હવે પ્લાસટિકની દૂધની થેલી અને શાકભાજી થેલી ફેકવાના બદલે ભેગી કરીને અહીં જમા કરાવીને નાસ્તો કરે છે. હવે નગરજનોને પ્લાસ્ટિકના કચરા માટે સરસ વિકલ્પ મળી ગયો છે. પ્લાસ્ટિકથી પર્યાવરણને થઇ રહેલા નુકશાન બાબતે પણ લોકોમાં જાગૃતિ લાવવા આ કાફે ઉપયોગી થઇ શકશે.