ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 ઑગસ્ટ 2021 (09:50 IST)

કોંગ્રેસ રાજ્યમાં ચલાવશે કોવિડ ન્યાય યાત્રા, કોરોના પિડિત પાંચ લાખ પરિવારોને મળવાનું લક્ષ્યાક

ગુજરાત કાંગ્રેસની સોમવારે મળેલી બેઠકમાં કોવિડ ન્યાય યાત્રા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. ન્યાય યાત્રા અંતર્ગત કોંગ્રેસે સરકાર સામે કુલ ચાર માંગણીઓ મુકી છે. જેમાં સરકાર કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ચાર લાખની આર્થિક સહાય ચુકવે, કોરોનકાળ માં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીના પરિવારના સભ્યને રહેમરાહ હેઠળ સરકારી નોકરી આપવી, સરકાર દ્વારા કોરોના માં સરકારી ખર્ચે સારવાર ના મળી શકી હોય તેવા મધ્યમ અને ગરીબ પરિવારના સભ્યોના પ્રાઇવેટ હોસ્પિટલના બિલની ચુકવણી રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવે અને  કોરોના મહામારીમાં ગુજરાત સરકારની બેદરકારીથી મૃત્યુ પામેલા લોકોની સાચી માહિતી મેળવી ઉપરોક્ત બાબતે ન્યાયિક તપાસ થાય કોગ્રેસે કોરોનાથી અવસાન પામેલા લોકોને શહિદનો દરજ્જા આપવા પણ માંગ કરવામાં આવી છે. 
 
કેમ્પેઇનની શરૂઆત કરતાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે આ સરકાર અસંવેદનશીલ સરકાર છે લાજવાના બદલે ગાજીને સરકાર ઉત્સવો કરી રહી છે. સરકારે કોરોનામાં લોકોની આડકતરી રીતે હત્યા કરી છે. કોરોનાકાળમાં સરકારનો અણઘડ વહીવટ અને સંકલનના અભાવે લોકોના મોત થયા છે. કોંગ્રેસના આગેવાનો કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના ઘરે જશે અને તેમને ન્યાય અપાવવા માટે પ્રયાસ કરશે. તેણમે ઉમેર્યુ કે કોંગ્રેસ કોરોનાથી મૃત્યુ પામનાર લોકોનું વર્ચ્યુઅલ મેમોરિયલ બનાવવામાં આવશે.
 
પરેશ ધાનાણીએ કહ્યુ કે આ કાર્યક્રમ રાજકીય નથી સામાજિક જવાબદારી નિભાવવાનો પ્રયાસ છે. જ્યારે આરોગ્ય સેવા ઉભી કરવાની હતી ત્યારે સરકારે  તાળી અને થાળી વગાડી દવા, એમ્બ્યુલન્સ, ઓક્સિજન અને અન્ય સાધનોના અભાવે લોકોના મૃત્યુ થયા મોંઘી સારવારના કારણે લોકો ઉપર દેવું વધ્યું છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને ન્યાય મળે તે માટે અમે 2 મહિના ની ન્યાય યાત્રા કરીશું. 
 
5 લાખથી વધુ કોરોનાથી પીડિત પરિવારોને મળીશું આગામી દિવસોમાં કોંગ્રેસ કોવિડ વોરિયરની બુથ સુધી નિમણૂક કરીશું કેટલા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા, કેટલા લોકોના શંકાસ્પદ કોરોનાથી મૃત્યુ પામ્યા તેમની યાદી બનાવીશું. દરેક ગામ અને વોર્ડના મુખ્ય સ્થળે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ કરી તેમને ન્યાય મળે તેવા પ્રયાસો કરીશુ 5200 થી વધારે તાલુક પંચાયત સીટ,નગર પાલિકાના 1251 વોર્ડ અને મહાનગર પાલિકાના 176 વોર્ડ મુજબ કરશે કોંગ્રેસ કોવિડ વોરીયર્સની નિમણુક કરશે.