બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 18 ઑગસ્ટ 2021 (17:56 IST)

વડોદરાના દેથાણ ગામમાં મહિલા પર 6 નરાધમોએ દુષ્કર્મ આચર્યુ, હત્યા કરીને લાશ ફેંકી દીધી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામમાં સામૂહિક દુષ્કર્મ બાદ મહિલાની હત્યાથી ચકચાર મચી ગઇ છે. વડોદરા ગ્રામ્ય LCBએ ગણતરીના કલાકોમાં જ 6 આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
 
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામે રહેતી મહિલા 16 ઓગસ્ટના રોજ મહિલા સાંજે વાગ્યે ઢોર ઢાંખર માટે ખેતરમાં ઘાસચારો લેવા ગઈ હતી અને સાત વાગે પરત ન આવતા તેના પિતા, ભાઈ અને ગામના અન્યા લોકો રાત્રે 8 વાગે ખેતરમાં શોધવા જતા ખેતરોમાં મોબાઈલ કરતા મોટા ઘરના ખેતરમાં રીંગ વાગતા ત્યાં જોતા મહિલાની ગળે ટૂંપો દીધેલી હાલતમાં લાશ પડી હતી. દેથાણ ગામની મહિલાના લગ્ન પાદરા તાલુકાના રણું ગામે થયા હતા. પરંતુ બે વર્ષમાં સાસરીમાં નહીં ફાવતા તે 17 વર્ષથી પોતાના બે બાળકો સાથે દેથાણ ગામે પિતાના ઘરે રહેતી હતી.
 
ગળે દુપટ્ટા વડે ટૂંપો દીધેલી હાલતમાં મહિલાની લાશ મળી હતી
16 ઓગસ્ટના રોજ મહિલા ઢોરઢાંખર માટે ઘરેથી દાતરડું, થેલી પાણીનો બોટલ અને ઘાસ માટે ચાદર લઈને ગામના ભારતભાઈ મણીભાઈ ગોહિલના ખેતરમાં ઘાસ લેવા ગઈ હતી. રાત્રે 8 વાગે ઘરે પરત ના આવતા હંસાના પિતા, ભાઈ અને ગામના લોકો હંસાને બેટરીના અજવાળે ખેતરોમાં શોધતા હતા. જેમાં હંસાના મોબઈલ પર રીંગ મારતા ભારતભાઇ ગોહિલના અમેરિકન ઘાસ વાળા ઉંચા ઘાસની વચ્ચે રીંગ વાગતા ત્યાં જોતા ગળે દુપટ્ટા વડે ટૂંપો દીધેલી હાલતમાં મહિલાની લાશ પડેલી હતી.
 
મહિલાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી
જ્યારે લાશ પરના કપડા અસ્તવ્યસ્ત હતા. પગના પાછળના ભાગે કાળા ચકામા પડેલા હતા. આમ બળાત્કાર કરીને ગળે ટૂંપો આપીને હત્યા કરી હોવાથી મહિલાના પિતાએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે લાશનું પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.