Earthquake News-ભૂકંપે તિબ્બતમાં મચાવી તબાહી, અત્યાર સુધીમાં ઓછામા ઓછા 53ના મોત  
                                       
                  
				  				  
				   
                  				  7 જાન્યુઆરીની સવારે, નેપાળ-તિબ્બત સરહદની નજીકના ભૂકંપના તીવ્ર આંચકાએ લોકોને હચમચાવી દીધા હતા. ભારતીય સમય અનુસાર સવારે 6.35 કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં  53 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જો કે, એવું માનવામાં આવે છે કે મૃત્યુઆંક વધીશકે છે.
				  										
							
																							
									  
	 
	નેપાળ-ચીન સરહદ પાસે ભૂકંપ, બિહાર સહિત ઉત્તર ભારતમાં અનુભવાયા ભૂકંપના આંચકા
	નેપાળ-ચીન સરહદ પર મંગળવારે સવારે લગભગ 7.1ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
				  
	 
	ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા સમગ્ર ઉત્તર ભારતમાં અનુભવાયા.
	 
	ચીનની સરકારી ચૅનલ સીસીટીવી મુજબ ભારતીય સમયાનુસાર મંગળવારે સવારે તિબેટના શિગાત્સે શહેરમાં 6.9ની તિવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	ચીનમાં ભૂકંપ નેટવર્ક કેન્દ્ર તરફથી જાણકારી અપાઈ રહી છે કે ભૂકંપ સવારે 6.35 કલાકે આવ્યો છે.
				  																		
											
									  
	 
	સમાચાર એજન્સી એએફપીના રિપોર્ટરનું કહેવું છે કે નેપાળની રાજધાની કાઠમાંડૂમાં મંગળવારે જે ભૂકંપ આવ્યો તેની તિવ્રતા 7.1 હતી.
				  																	
									  
	 
	અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વે મુજબ ભૂકંપનું કેન્દ્ર નેપાળના લોબુચેની નજીક માનવામાં આવે છે. આ વિસ્તારથી 150 કિલોમીટર દૂર કાઠમાંડૂમાં પણ ભારે આંચકા અનુભવાયા છે.