ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 6 મે 2024 (11:01 IST)

ઝારખંડમાં ઈડીને મળ્યો નોટોનો પહાડ, નોકરની ઘરે ઈડીની છાપેમારી, મંત્રી આલમગીર સાથે સંકળાયેલો મામલો

ED Raid
ED Raid
 
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા એક બાજુ જ્યા 7 મે ના રોજ ત્રીજા તબક્કાનુ મતદાન થવા જઈ રહ્યુ છે તો બીજી બાજુ ઝારખંડના વર્તમાન ડિરેક્ટોરેટએ મોટી કાર્યવહી કરી છે. ઉલ્લેખનીય ક હ્હે કે પીએમએલએ(પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ)  ના હેઠળ ઈડીએ લગભગ અડધો ડઝનથી વધુ ઠેકાણાઓ પર રેડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહી સસ્પેન્ડેડ ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામ અને તેમના નિકટના લોકોના સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે. તેમજ EDએ અનેક રાજનેતાઓના નિવાસસ્થાનો પર રેડ પાડી છે. ઉલ્લેખનીય છે કે   EDએ ઝારખંડ સરકારના મંત્રી આલમ ગીરના અંગત સચિવ સંજીવ લાલના ઘરેલુ નોકરના ઘરમાં રેડ પાડી હતી.  આ દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી છે. જપ્ત કરાયેલી રોકડની હાલ ગણતરી ચાલુ છે.

નોટોની  ગણતરી માટે મંગાવવામાં આવી મશીન 
ઉલ્લેખનીય છે કે ઈડીની છાપેમારીમાં મળનારી નોટોનો સંબંધ ઝારખંડના મંત્રી આલમગીર સાથે બતાવાય રહ્યો છે. નોટો ગણવા માટે મશીનોને મંગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમ સાથે જોડાયેલ વ્યક્તિના  ઘરે કરવામાં આવેલી છાપેમારીમાં રોકડ જપ્ત કરી છે. અનુમાન છે કે આ જપ્ત કરવામાં આવ્કેલ રોકડ કરોડોમાં છે. નોટોની ગણતરી કરવા માટે બેંક કર્મચારીઓ અને મશીઓને પણ મંગાવવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા આજના જ દિવસે ઝારખંડમાં આઈએસ પૂજા સિંઘલની ત્યા છાપેમારી કરવામાં આવી હતી.  આ છાપેમારીમાં 17 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.  ઈડીની ટીમ હાલ રાંચીમાં એક સ્થળે છાપેમારી કરી રહી છે.  



વીરેન્દ્રના રામ મામલામાં પડી રેડ 
 
તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વીરેન્દ્ર કે રામ સાથે સંબંધિત કેસમાં દરોડા પાડ્યા છે. તમને જણાવી દઈએ કે ચીફ એન્જિનિયર વીરેન્દ્ર કે રામની ફેબ્રુઆરી 2023માં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે  તેમના પર કથિત રીતે મની લોન્ડરિંગ અને કેટલીક યોજનાઓના અમલીકરણમાં અનિયમિતતાનો આરોપ પણ હતો. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ વીરેન્દ્ર કે રામ પહોંચી અને તેની ધરપકડ કરી.  તમને જણાવી દઈકે  EDના દરોડામાં મોટી માત્રામાં રોકડ મળી આવ્યા બાદ ઘણા લોકોની ધરપકડ થઈ શકે છે.