શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (15:12 IST)

18 મહીના પછી 99 દેશોના યાત્રીઓને ક્વોરેન્ટાઈનથી મુક્તિ

ભારતે સોમવારે તે 99 દેશોના વિદેશી પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઇન ફ્રી એન્ટ્રી ફરી શરૂ કરી છે. જેઓ COVID-19 રસીકરણ પ્રમાણપત્રોની પરસ્પર માન્યતા માટે સંમત થયા છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને રશિયા સહિત આ 99 દેશોના પ્રવાસીઓ “કેટેગરી A” હેઠળ લિસ્ટેડ કરવામાં આવ્યા છે.  18 મહિના બાદ ભારતે આ પ્રતિબંધ હટાવ્યો છે.
 
અગાઉ 15 ઓક્ટોબરે વિદેશી પ્રવાસીઓને ચાર્ટર્ડ વિમાનોથી ભારતમાં પ્રવેશની મંજૂરી અપાઈ હતી. હવે આ 99 દેશોમાંથી કોમર્શિયલ વિમાનોમાં આવનારા પ્રવાસીઓને પણ છૂટ મળી ગઈ છે. આ યાત્રીઓએ ભારત માટે રવાના થતાં પહેલાંના 72 કલાકમાં પ્રાપ્ત કરેલા કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ઉપરાંત તેમનું વેક્સિનેશન સર્ટિફિકેટ પર એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવું પડશે.