શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 9 માર્ચ 2017 (11:20 IST)

આજે સાંજથી એક્ઝિટ પોલમાં જોવા મળશે પાંચ રાજ્યોમાં કોની બનશે સરકાર ? કોણ હશે UP નો મુખ્યમંત્રી ?

પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણી ખતમ થઈ ચુકી છે. 11 માર્ચ મતલબ શનિવારે પરિણામ પણ આવવાના છે. પણ પરિણામ પહેલા આજે સાંજે 5 વાગ્યાથી વેબદુનિયા પર એક્ઝિટ પોલ દ્વારા તમે જાણી શકશો કે કોની સરકાર બની શકે છે.   આ સાથે જ શનિવારે સવારે છ વાગ્યાથી તમે વેબદુનિયા પર સૌથી ઝડપી અને લાઈવ પરિણામો પણ જોઈ શકશો. 
 
 
કોનુ નસીબ ચમકશે ? કયા એક્ઝિટ પોલ સચોટ સાબિત થશે 
 
 
ઉત્તરપ્રદેશમાં સાત તબક્કે યોજાયેલુ મતદાન પુરૂ થઇ ચુકયુ છે અને હવે પરિણામનો વારો છે પરંતુ આ પહેલા સૌની નજર એકઝીટ પોલ ઉપર છે. એકઝીટ પોલ આજે સાંજે 5 વાગ્યા પછી બહાર આવશે. 11મીએ એટલે કે પરમ દિવસે મતોની ગણતરી થશે. વર્તમાન મુખ્યમંત્રી અખિલેશ યાદવ ફરીથી મેદાનમા છે તો ભાજપ લોકસભા જેવો ઇતિહાસ રચવાની આશા રાખી બેઠુ છે તો બસપા વાપસી ઇચ્છે છે. સત્તા મેળવવા માટે આ બધાએ આકાશ-પાતળ એક કર્યા છે. હવે એકઝીટ પોલ બતાવશે કે લોકોએ શું ફેંસલો આપ્યો છે. સી-વોટર, એબીપી ન્યુઝ નિલ્સન, ઇન્ડિયા ટુડે સિસરો, ન્યુઝ-24 ટુડેઝ ચાણ્કય, આઇબીએન એકસીસના એક સીઝ પોલ જણાવશે કે સત્તામાં કોણ આવશે અને સ્થિતિ કેવી રહેશે. જો કે એવા કયાસો નીકળે છે કે ત્રિશંકુ વિધાનસભા કદાચ રચાશે.
 
ર૦૧રની વિધાનસભાની ચૂંટણીમાં સપાને 403માંથી 224 બેઠકો મળી હતી તો બસપાને 80 અને ભાજપને 47 બેઠકો મળી હતી. કોંગ્રેસને માત્ર 2 8  બેઠકોથી સંતોષ માનવો પડયો હતો. ઉત્તરપ્રદેશના કુલ 4853  ઉમેદવારોની હારજીતનો ફેંસલો 11મીએ આવશે. ઉત્તરપ્રદેશમાં કુલ 60 ટકાની ઉપર જેટલુ મતદાન નોંધાયુ છે. સપા, બસપા અને ભાજપના અનેક દિગ્ગજ નેતાઓનુ ભાવિ પણ 11મીએ બહાર આવી જશે.
 
 ગોવા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણીપુર અને પંજાબના એકઝીટ પોલ આજે સાંજે આવવા લાગશે. હવે જોવાનુ એ રહે છે કે આ એકઝીટ પોલ કેટલા અંશે સાચા પડે છે. ગયા વર્ષે એપ્રિલ-મેમાં આસામ, કેરળ, પોંડીચેરી અને પ.બંગાળમાં ચૂંટણી યોજાઇ હતી તો તેના એકઝીટ પોલના તારણો સાચા પડયા હતા. જો કે તામીલનાડુમાં એકઝીટ પોલની વિરૂધ્ધ પરિણામ આવ્યા હતા. બધા કહેતા હતા કે જયલલિતા ફેંકાઇ જશે પરંતુ તેઓ ઝળહળતી સફળતાથી બહાર આવ્યા હતા. 
 
માર્ચની 11મીએ ચૂંટણીના પરિણામો જાહેર થાય એ પહેલાં પક્ષના અંદરના જાણકારો વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ખંડિત લોકચુકાદો આવે એવી સંભાવનાને નકારતા નથી. રાજયની વિધાનસભાની સાત તબક્કાની ચૂંટણીનું મતદાન બુધવારે સાંજે પૂરું થયું હતું. જોકે, કોઈ પણ પક્ષની આ ચૂંટણીમાં લહેરખી યા મોજું જોવા મળ્યું નહોતું.
 
જો કે  આ ચૂંટણીમાં મહાનુભાવો 403  બેઠકમાંથી 300  બેઠક કબજે કરવાની વાતો કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ એમ જણાવ્યું હતું કે એસપી અને બીએસપી જેવા પક્ષો રાજયમાં ત્રિશંકુ વિધાનસભાની પરિસ્થિતિ ઊભી થાય એવા સંજોગોમાં એ તકનો લાભ લઈને સોદાબાજી કરીને સત્તા  હસ્તગત કરવા તલપાપડ છે. ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ, શાસક સમાજવાદી પક્ષ, તેના સાથી પક્ષ કાગ્રેસ અને માયાવતીના બહુજન સમાજ પક્ષ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો છે. બહુજન સમાજ પક્ષ પણ પુન: સત્તા હાંસલ કરવાનું સપનું જોઈ રહ્યો છે.  કોઈપણ પક્ષને 202  અથવા 50 બેઠક જીતવી હોય તો તેને મતદાનની ટકાવારીના 30  ટકા મત પ્રાપ્ત કરવા જરૂરી છે. પાંચ વર્ષ અગાઉ સમાજવાદી પક્ષને 226 બેઠક જીતવા માટે કુલ મતના માત્ર 29 ટકા મતની જરૂર પડી હતી. માયાવતીના પક્ષે 26 ટકા મત મેળવીને માત્ર 80 ટકા બેઠક પર જ વિજય મેળવ્યો હતો.