ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 8 જૂન 2023 (14:41 IST)

મધ્યપ્રદેશ માં ભયંકર અકસ્માત, 7ની મોત

accident
મધ્યપ્રદેશના સિધીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થતાં હોબાળો મચી ગયો  મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટના 8 જૂને બપોરે સિધી ટિકરી માર્ગ પર ડોલમાં થઈ હતી. અહીં હિવા ટ્રકે બોલેરોને સંપૂર્ણ કચડી નાંખી હતી. તે સમયે મૃતકો કુંદૌર ગામથી સીધીના સિરસી ગામે આવી રહ્યા હતા. અકસ્માતમાં બે લોકોની હાલત ગંભીર છે. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો
 
લોકોએ જણાવ્યું કે જ્યારે એક પછી એક બોલેરોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે ત્યાં 7 લોકોના મોત થયા હતા. આ મૃતકોમાં બાળકો પણ હતા. આ બધું જોઈને રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી.