રવિવાર, 1 ઑક્ટોબર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : ગુરુવાર, 8 જૂન 2023 (16:02 IST)

Indore Crime News: 17 દિવસ પહેલા જ થયા હતા લગ્ન, 10 વાર ચપ્પુ મારીને પતિએ કરી હત્યા

Mhow Crime News
murder news
Mhow Crime News: મહુ (ઈન્દોર)  મહૂ કોતવાલી થાનાંતર્ગત ઘાર રોડ પર બુધવારે એક નવવિવાહિતાની તેના પતિએ ધારદાર હથિયાર થી 10-12 વાર કરીને નિર્મમ હત્યા કરી નાખી.  તેમના લગ્ન 17 દિવસ પહેલા જ થયા હતા.  ત્યારબાદ યુવતીના સાસુ-સસરા તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યા તેને મૃત જાહેર કરવામાં આવી. 
 
આરોપી પતિની ધરપકડ કરવામાં આવી 
 
આરોપી પતિની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેને પણ વાગ્યુ છે. જેની સારવાર માટે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. બીજી બાજુ સાસુ-સસરા ગાયબ થઈ ગયા છે. 
 
ચાર-પાંચ દિવસથી સાસરે હતી 
એડિશનલ એસપી શશિકાંત કનકને એ જણાવ્યુ કે અંજલી અને વિક્રમ પુત્ર મહેશ સતોગિયાના લગ્ન 21 મે ના રોજ થયા હતા. ગયા ચાર-પાચ દિવસોથી અંજલી સાસરે હતી. વિક્રમે આ હત્યા કેમ કરી. આ વાતની હજુ સુધી જાણ થઈ શકી નથી. 
 
પતિના હાથ પર ચપ્પુના ઘા 
પોલીસ મુજબ પતિ વિક્રમના હાથ પર ચપ્પુથી કટ વાગવાના નિશાન છે. તે હજુ સુધી કશુ બોલ્યો નથી. બીજી બાજુ તેના માતાપિતા ફરાર છે. અંજલીનુ પિયર દેપાલપુર છે. પોસ્ટમોર્ટમ કરનારા ડો. હંસરાજ વર્માએ જણાવ્યુ કે યુવતી પર મલ્ટીપલ સ્ટેબિંગ કરવામાં આવ્યુ છે. 
 
પિતા બોલ્યા - એક રાત પહેલા ફોન પર કહ્યુ હતુ કે મને લેવા આવી જાવ 
અંજલીના પિતા ભરત યાદવે જણાવ્યુ કે યુવક અને યુવતી એકબીજાને લગભગ દોઢ વર્ષથી વાત કરતા હતા. લગ્નના બે મહિના પહેલા સગાઈ પણ થઈ ગઈ હતી. લગ્ન પછી અંજલી પિયરમાં હતી. ચાર-પાંચ દિવસ પહેલા જ સાસરે મોકલી.  ઘટનાની એક રાત પહેલા મંગળવારે અંજલીએ ફોન પર કહ્યુ હતુ કે મને લઈ જાવ.