શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 19 એપ્રિલ 2023 (16:38 IST)

Indore Crime News: નવમા ધોરણની વિદ્યાર્થીનીને ડ્રગની લત લગાવીને કર્યુ દુષ્કર્મ, હોટલ રૂમમાં બનાવ્યો ન્યૂડ વીડિયો

Indore Crime News:  નવમાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે.  વિદ્યાર્થીનીના ક્લાસમેટે તેની સાથે બળાત્કાર કર્યો. વિદ્યાર્થિનીને ડ્રગ્સની લત લગાવી દીધી હતી. તેણે બ્લેકમેલ કરવા માટે નગ્ન હાલતમાં વીડિયો અને ફોટા પણ બનાવી લીધા હતા. ઘટનાની તપાસ માટે ગુના પોલીસને કેસ ડાયરી મોકલવામાં આવી રહી છે. વિદ્યાર્થીએ મુખ્ય આરોપીને ત્રણ પરિચિતોએ પણ સહકાર આપવાનો આરોપ લગાવ્યો છે.
 
વિજય નગર પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી વિદ્યાર્થીની શિવપુરીમાં અભ્યાસ કરતો હતો. તે જ શાળામાં દસમા ધોરણમાં ભણતા વરુણ સાથે તેની મિત્રતા થઈ હતી. આરોપ છે કે નવેમ્બર 2021માં વરુણે મિત્ર વૈભવની બર્થડે પાર્ટી માટે બોલાવી હતી. સિસોદિયા કોલોની (ગુના)માં વરુણે વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દરમિયાન વરુણે વિદ્યાર્થિનીનો નગ્ન અવસ્થામાં વીડિયો બનાવ્યો હતો. થોડા સમય બાદ વિદ્યાર્થી વધુ અભ્યાસ માટે પુણે રહેતા તેના પિતા પાસે જતી રહી. 
 
વરુણે ન્યૂડ ફોટો અને વીડિયો મોકલીને તેને બ્લેકમેલ કરવી શરૂ કરી દીધી. ઈંટરનેટ પર રજુ કરવાની ધમકી આપી અને વિદ્યાર્થીનીને ફરીથી મળવાનો દબાવ બનાવવા લાગ્યો. આ દરમિયાન વરુણ ઈન્દોર રહેવા આવ્યો હતો. વિદ્યાર્થીની વાત કરવા માટે 12 સપ્ટેમ્બરના રોજ ટ્રેન દ્વારા ઈદોર પહોચી તો વરુણના મિત્ર યશ ગીતા ભવન સ્થિત રૂપ પર લઈ ગયો. બંનેયે તેને ડ્રગ્સનો નશો કરાવ્યો અને દુષ્કર્મ કર્યુ. તેના રૂપિયા પણ છીનવી લીધા.