શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 17 એપ્રિલ 2023 (13:56 IST)

US Gun Violence: માતમમાં ફેરવાઈ બર્થડે પાર્ટી, ગોળીબારમા 6 ના મોત 15 ઘાયલ

gunshot
Gun Shooting in Birthday Party: અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો જ્યારે એક બર્થડે પાર્ટી દરમિયાન અચાનક થયેલા અનેક રાઉંડ ફાયરિંગ થવા માંડી પાર્ટીમાં શાળાના અનેક બાળકો હતા. બધા પોતાના મિત્રો સાથે બર્થડે પાર્ટી એંજોય કરી રહ્યા હતા અને એકદમ ગોળીબાર થવા માડ્યો.  આ દુર્ઘટનામાં અત્યાર સુધી 6 લોકોના મોત થવાના સમાચાર છે અને લગભગ 15 લોકો ઘાયલ છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે.  

બર્થડે પાર્ટી ડૈડવિલ શહેરના એક ડાંસ સ્ટુડિયોમાં આયોજીત કરવામા આવી હતી.  સ્ટુડિયોમાંથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. સ્ટુડિયોમાંથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. જો કે આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી છે કે કેમ તે હજુ સુધી જાણવા મળ્યું નથી. વાસ્તવમાં, ડેડવિલેની જેક્સનવિલે સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વરિષ્ઠે તેની બહેનના જન્મદિવસ નિમિત્તે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ઘટનામાં તેનું પણ મોત થયું હતું. તેની દાદીએ આ અંગે માહિતી આપી હતી.