ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 14 એપ્રિલ 2023 (07:25 IST)

પશ્ચિમી ટેક્સાસ ડેરી ફાર્મમાં પ્રચંડ વિસ્ફોટ બાદ લાગેલી આગમાં 18,000 ગાયોના કરૂણ મોત

fire
પશ્ચિમી ટેક્સાસ એક જ ડેરી ફાર્મમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતાં લગભગ 18,000 ગાયોના મોત થઈ ગયા. એક કોઈ ઘટનામાં પશુઓના એક સાથે મોતની આ સૌથી મોટી ઘટના છે. આ ધમાકો સોમવારે ટેક્સાસના ડિમિટમાં સાઉથ ફોર્ક ડેરી ફાર્મમાં થયો.  જેના કારણે ડેરી ફાર્મ ઉપર કાળા ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા. અધિકારીઓએ આગને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો કર્યા હતા. આ દુ:ખદ આગના પરિણામે એક આશ્ચર્યજનક રીતે 18,000 ઢોરનાં મોત થઈ ગયા, જે યુ.એસ.માં દરરોજ મરનારી ગાયોની સંખ્યા કરતાં લગભગ ત્રણ ગણા છે. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આ દરમિયાન ડેરી ફાર્મના એક કામદારને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મંગળવાર સુધીમાં, તે ગંભીર પરંતુ સ્થિર સ્થિતિમાં હતો.

હજુ સ્પષ્ટ નથી કે વિસ્ફોટ કેવી રીતે થયો. જો કે, કાઉન્ટી જજ મેન્ડી ગેફલરે અનુમાન કર્યું હતું કે તે ઉપકરણના કોઈએ ટુકડામાં ફોલ્ટ  હોઈ શકે છે. યુએસએ ટુડે અનુસાર, ટેક્સાસ ફાયર અધિકારીઓ કારણની તપાસ કરશે. આગમાં મૃત્યુ પામેલી મોટાભાગની ગાયો હોલ્સ્ટીન અને જર્સી ગાયોનું મિશ્રણ હતું, જે ફાર્મના કુલ 18,000 ગાયોના ટોળામાંથી લગભગ 90 ટકા હતી. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે દૂધ દોહવાની ક્રિયામાં ગાયોને એક પેનમાં બાંધી દેવામાં આવી હતી  યુ.એસ.એ ટુડે અનુસાર, પશુધનની ખોટ ફાર્મ પર મોટી નાણાકીય અસર કરશે કારણ કે દરેક ગાયની કિંમત "આશરે" $2,000 છે.
 
આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા
 
સ્થાનિકોએ જણાવ્યું કે તેઓએ જોરદાર ધડાકો સાંભળ્યો અને ધુમાડાના વિશાળ ગોટેગોટા માઈલ સુધી જોઈ શકાયા. કાળો ધુમાડો નજીકના નગરોમાંથી પણ માઇલો સુધી જોઈ શકાતો હતો. તે સમજની બહાર હતું. "ત્યાં એક મોટો, વિશાળ, કાળો ધુમાડો  હતો અને તે ગલીમાં ધુમ્મસ જેવો દેખાતો હતો અને અહીં બધું બળી ગયુ હતું. વિસ્તારના લોકો દ્વારા લેવામાં આવેલા વીડિયો અને તસવીરો હવામાં ધુમાડાના પ્રચંડ ગોટેગોટાને દર્શાવે છે. સાઉથ ફોર્ક ડેરી ફાર્મ કાસ્ટ્રો કાઉન્ટીમાં સ્થિત છે, જે ટેક્સાસમાં સૌથી મોટી ડેરી ઉત્પાદક કાઉન્ટીઓમાંની એક છે. ટેક્સાસની 2021ની વાર્ષિક ડેરી સમીક્ષા મુજબ, કાસ્ટ્રો કાઉન્ટીમાં 30,000 થી વધુ પશુઓ છે. ડિમિટના મેયર રોજર મેલોને આગને "માઈન્ડ-બોગલિંગ" ગણાવી હતી. "મને નથી લાગતું કે અહીં આવુ પહેલા ક્યારેય બન્યું હશે." માલોને કહ્યું કે "આ એક ખરેખર મોટી દુર્ઘટના છે."