ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 4 માર્ચ 2021 (11:40 IST)

યૂપી ઓનર કિલિંગ - હરદોઈમાં પુત્રીનુ માથુ કાપીને પોલીસ મથક લઈ જઈ રહ્યો હતો પિતા

ઉત્તરપ્રદેશના હરદોઈના મંઝિલા પોલીસ સ્ટેશન વિસ્તારના પાંડેતારા ગામમાં દીકરીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ પુત્રીનુ દાંતરડાથી માથું કાપી નાખ્યું અને માથુ હાથમાં લઈને પોલીસ સ્ટેશન જવા લાગ્યો.  રસ્તામાં જતા પોલીસકર્મીઓએ તેની ધરપકડ કરી લીધી. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. એસપી અનુરાગ વત્સ, એએસપી કપિલ દેવ, સીઓ રાકેશ વશિષ્ઠ ફીલ્ડ યુનિટ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.  
 
આ સનસનાટીભરી ઘટના મંઝીલા પોલીસ સ્ટેશન વિસ્તારના પાંડેતારા ગામની છે. ગામમાં એ સમયે ભયનો માહોલ ફેલાયો જ્યારે ગામમાં રહેતા એક માથાભારે પિતાએ સર્વેશનુ ધારદાર હથિયારથી પોતાની 17 વર્ષની દિકરીનુ માથુ ધડથી અલગ કરી નાખ્યુ.  ત્યારબાદ પુત્રીનુ  લોહીથી લથપથ માથુ હાથમાં પકડીને તે ચાલતો જ પોલીસ સ્ટેશન તરફ ચાલી નીકળ્યો.  આ ઘટનાથી બધા સન્ન રહી ગયા. 
 
આ રૂવાંડા ઉભા કરનારી ઘટનાથી ગામમાં સનસની ફેલાય ગઈ.  આ દરમિયાન રસ્તેથી જતા પોલીસની અચાનક તેના પર નજર પડી તો તે નવાઈ પામ્યા. પોલીસ કર્મચારી તેને પોલીસ સ્ટેશન લઈ ગયા જ્યા તેણે બધી વાત જણાવી. તેણે બતાવ્યુ કે પુત્રીને પ્રેમ પ્રસંગમાં આપત્તિજનક સ્થિતિમાં જોયા પછી તેને ક્રોધથી હોશ ગુમાવી બેસ્યો. અને પુત્રીનુ માથુ ધડથી અલગ કરી નાખ્યુ.   સૂચના મળતા જ પોલીસ અધીક્ષક અનુરાગ વત્સ પણ ઘટના સ્થળ પર પહોચ્યા. એસપીએ જણાવ્યુ કે મામલાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 
 
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી પિતાએ જણાવ્યુ કે તેણે પુત્રીને પરિવારના જ એક યુવક સાથે આપત્તિજનક હરકત કરતા જોઈ લીધી હતી. ત્યારબાદ પુત્રીને અનેકવાર સમજાવી, પણ બંને પોતાની હરકતોથી સુધર્યા નહી. આરોપીએ જણાવ્યુ કે બુધવારે જયારે તેની પત્ની ખેતરમાં કમ કરવા ગઈ અને વૃદ્ધ માતા ઘરની બહાર દુકાન પર બેસી હતી. આ દરમિયાન તેને પુત્રીને રૂમની અંદરથી દરવાજો બંધ કરી દીધો અને ધારદાર હથિયારથી તેનુ માથુ કાપીને ધડથી અલગ કરી નાખ્યુ.