સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 27 ઑગસ્ટ 2023 (17:17 IST)

મુંબઈની ગેલેક્સી હોટલમાં ભીષણ આગ, ત્રણના મોત

મુંબઈમાં ફેમસ હોટલમાં આગ, 3ના મોત - મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલી પાંચ માળની હોટલમાં રવિવારે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં ઘાયલ પાંચ લોકોને હોટલમાંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે.

તે જ સમયે, આ અકસ્માતમાં બે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આગની જાણ થતાં જ અનેક ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો છે. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બપોરે લગભગ 1.17 વાગ્યે ગેલેક્સી હોટલના ત્રીજા માળે આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, સાંતાક્રુઝ પૂર્વના પ્રભાત કોલોની વિસ્તારમાં આવેલી ગેલેક્સી હોટલમાં રવિવારે બપોરે અચાનક આગ લાગી હતી. આગને કાબુમાં લેવામાં આવી છે.