ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 8 જૂન 2021 (21:05 IST)

Vaishno Devi Fire News: વેષ્ણોદેવી મંદિર પરિસરમાં લાગી આગ, દૂર દૂર સુધી આગના ગોટેગોટા

કટડા સ્થિત માતા વેષ્ણોદેવીના પરિસરમાં મોટી આગની લાગ્યાની જાણ થઈ છે. કાલિકા ભવન પાસે કાઉન્ટર નંબર બે નજીક આગ ભભૂકી ઉઠી હતી. આગને કાબૂમાં કરવા માટે બચાવ કાર્ય ચાલુ છે. એવું  બતાવવામાં આવી રહ્યું છે કે જ્યાંથી આગ શરૂ થઈ ત્યાંથી પ્રાકૃતિક ગુફાનું અંતર લગભગ સો મીટર છે. હજુ સુધી કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી.

 
એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ વીઆઇપી ગેટ પાસેના શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. જોતજોતામાં આગે ઉગ્ર રૂપ ધારણ કરી લીધુ. કર્મચારીઓએ બચાવ કાર્ય શરૂ કરવા સાથે જ સાઈન બોર્ડના અધિકારીઓને આ અંગેની સૂચના આપી. સૂચના મળતા જ બોર્ડના  ફાયર વિંગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા અને આગ પર કાબુ કરવાની કોશિશમાં લાગી ગયા. 
 
સ્થિતિ પર મોટે ભાગે નિયંત્રણ મેળવી લીધો છે 
 
શ્રાઇન બોર્ડના સીઈઓએ જણાવ્યું કે આગ પર લગભગ  80 ટકાને નિયંત્રણ કરી લીધુ છે. આ આગમાં કેટલુ નુકસાન થયુ છે, આ વિશે હજુ સુધી કોઈ સૂચના મળી નથી. શ્રાઇન બોર્ડના અધિકારીઓએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. બચાવ કાર્ય ચાલુ છે.