સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 7 જૂન 2021 (16:55 IST)

PMનુ રાષ્ટ્રજોગ સંબોધન Live - અનલોક, ફ્રી વેક્સીન, આર્થિક પેકેજ કે પછી કોઈ ચેતાવણી ? થોડી જ વારમા જાણો શુ બોલશે પીએમ ?

કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે કોરોનાના નવા દર્દીઓમાં ઘટાડો થયો છે. જેને જોતા દેશમાં આજથી અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે એટલે કે સાંજે 5 વાગે દેશને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વીટ કરી આ  વાતની માહિતી આપવામાં આવી છે. 
 
આશા બતાવાય રહી છે કે અનલોકની પ્રક્રિયા વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી લોકોને સાવધાની રાખવાની અપીલ કરી શકે છે. સાથે જ વેક્સીનેશનને લઈને પણ સંદેશ આપી શકે છે.  સાથે જ વેક્સીનેશનને લઈને પણ સંદેશ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની બીજી લહેરે પોતાનો કહેર વરસાવ્યા બાદ હવે કમજોર પડતી જોવા મળી રહી છે. એક દિવસમાં ચાર લાખથી વધુ કેસ સુધી રેકોર્ડ કરાયા. જો કે હવે જઈને પરિસ્થિતિ થોડી કંટ્રોલમાં જોવા મળી રહી છે.  દેશમાં જ્યા આજે નવા કેસ એક લાખ મળ્યા છે તો બીજી બાજુ કોરોનાના સક્રિય મામલા ઘટીને 15 લાખથી નીચે આવી ગયા છે. 
 
કોરોનાની બીજી લહેર ધીમી થતા ઘણા રાજ્યોએ પોતાને ત્યા લાગુ લોકડાઉન પર ઢીલ આપવી શરૂ કરી દીધી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોએ પોતાને ત્યા અનલોક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે, એવા ઘણા રાજ્યો છે કે જેમણે લોકડાઉન વધાર્યું છે.
 
દેશમાં રોગચાળો ફાટી નીકળવાના તારીખથી અત્યાર સુધી આ સંકટની આ ઘડીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમય સમય પર દેશને સંબોધન કરતા રહ્યા છે પછી ભલે તે 22 માર્ચ, 2020 ના રોજ કોરોના કરફ્યુ લગાવવાની વાત હોય કે લોકડાઉન, વડા પ્રધાને ગયા વર્ષે રોગચાળો ફાટી નીકળ્યા પછી અનેક વાર દેશને સંબોધન કર્યું છે. આ દરમિયાન તેમણે લોકોને સૂચનો આપ્યા અને પરિસ્થિતિનો સામનો કરવા સરકાર દ્વારા ઉઠાવેલ પગલાની માહિતી આપી છે. પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ અનેકવાર નવી જાહેરાતો કરી છે. 

04:51 PM, 7th Jun