સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (11:09 IST)

ધરણા પર બેસ્યા PM મોદીના ભાઇ, અનશન આપી ચેતવણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહ્લાદ મોદી બુધવારે બપોરે લખનઉના અમૌસી એરપોર્ટ પર ધરણા પર બેસી ગયા છે. મોદીનું કહેવું છે કે તેમના સહયોગીઓએ પોલીસની ધરપકડ કરવામાં આવી છે. પ્રહ્લાદ મોદી લખનઉ એરપોર્ટ અરવાઇલ હોલ આગળ ધરણા પર બેસી ગયા છે. તેમણે અન્ન જળ ત્યાગીને અનશન ચેતવણી આપી છે. દિલ્હીથી આવનાર 2 વાગ્યાની ઉડાન પહેલાં પ્રહ્લાદ મોદી રાજધાની પહોંચ્યા હતા. તેમને સુલતાનપુર અને જૌનપુરમાં યોગ સોશિયલ સોસાયટી તરફથી સન્માનિત કરવાના હતા. 
 
પોલીસને એક દિવસ પહેલાં જ સોસાયટીએ અને તેમના કાર્યક્રમને બનાવટી ગણાવતાં આયોજકને કસ્ટડીમાં લીધા છે. જેથી પ્રહ્લાદ મોદીના બંને સન્માન કાર્યક્રમ પણ રદ થઇ ગયા છે. એવામાં પ્રહ્લાદ મોદીએ જીદ પકડી છે કે જે સમર્થકો અને આયોજકોને ધરપકડ કરવામાંઆવે છે, તેમને તાત્કાલિક કોઇપણ શરત વિના છોડવામાં આવે. 
 
પ્રહ્લાદ મોદીએ કહ્યું કે મને રિસીવ કરવા માટે જે લોકો આવી રહ્યા હતા, તેમને પોલીસ પકડી ગઇ છે. પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા છે. તેમના પર કેસ દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે. મને લગે છે મારા બાળકો જેલમાં રહે અને હું બહાર રહું તે ઠીક નથી. અથવા તો તેમને મુક્ત કરો નહીતર હું એરપોર્ટ પર અનશન પર બેસી ગયો છું. ખાવા પીવાનું છોડી દીધું છે. 
 
પ્રહ્લાદ મોદીએ કહ્યું કે પોલીસ ઓફિસર કહે છે કે પીએમઓથી આદેશ છે. હું કહું છું કે આદેશ કોપી મને આપો જેથી હું સત્યના માર્ગે ચાલી શકું. પરંતુ ગુંડાગર્દી કરવાથી ના તો શાસનને લાભ થશે અને ના તો પીએમઓને. તેમણે કહ્યું કે હું અહીંથી ઉઠીશ નહી. હું અન્નજળ ત્યાગ કરી દઇશ. મારા ઘણા સાથી છે. જે લગભગ 100થી ઉપર હતા. તેમની ગાડીઓ જપ્ત કરવામાં આવી છે. જે અંગે મને ખબર પડી છે. મારું અહીંથી પ્રયાગરાજ જવાનું રાત્રે પરત આવવાનો પોગ્રામ હતો. પરંતુ પોલીસની સમસ્યાના લીધે તેમાં વિધ્ન આવી ગયું છે. જ્યાં સુધી પોલીસ મને આદેશની કોપી નહી આપે હું હટીશ નહી. સુલ્તાનપુરનો મારો પહેલો પોગ્રામ હતો.