સોમવાર, 3 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 17 ઑગસ્ટ 2020 (09:23 IST)

સસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં લાગી આગ પર કાબુ, કોઈ જાનહાનિ નહી

સસદ ભવન
સોમવારે સવારે સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં આગ લાગી. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર આગ સંસદ એનેક્સી બિલ્ડિંગ(Parliament Annexe Building Fire)  ના છઠ્ઠા માળે લાગી. જોકે, ફાયર બ્રિગેડની 4 ટ્રેનોએ જલ્દીથી આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે કોઈ પણ પ્રકારની સંપત્તિને નુકસાન થવાના સમાચાર નથી.

 
એવુ માનવામા આવે છે કે  આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. જો કે, કારણો શોધવા માટે તપાસ કરવામાં આવશે.
 
આ અગાઉ શુક્રવારે સાઉથ બ્લોકમાં સંરક્ષણ મંત્રાલયના કેબિનમાં આગ લાગી હતી, પરંતુ આગને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ફાયર બ્રિગેડના વાહનોએ જલ્દીથી આગ પર કાબૂ મેળવ્યો.