Romania Fire news- રોમાનિયાની હોસ્પિટલમાં ભીષણ આગ
યુરોપના એક દેશ રોમાનિયાથી એક માઠા સમાચાર આવી રહ્યા છે. રોમાનિયા શહેરના કો કોન્સ્તાંતાના એક હોસ્પિટલમાં શુક્રવાર સવારે ભીષણ આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત નિપજ્યા છે. આ વાતની જાણકારી અધિકારીઓએ આપી હતી. દેશની ઈમરજન્સી સ્થિતિ નિરીક્ષણ કાર્યાલયે જણાવ્યું કે તમામ દર્દીઓને કોન્સ્તાંતાની હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, અને બપોર સુધી આગ પર પણ નિયંત્રણ મેળવી લીધો છે. ત્યાના સ્વાસ્થ્ય ડિપાર્ટમેન્ટે એત નિવેદનમાં જણાવ્યું હતું.