1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :શ્રીનગર , શુક્રવાર, 4 મે 2018 (17:29 IST)

અમરનાથ ગુફામાંથી બાબા બર્ફાનીની પ્રથમ તસ્વીર, આ વખતે 20 દિવસ વધુની યાત્રા

. હિમાલયમાં આવેલ પવિત્ર અમરનાથ ગુફામાંથી ગુરૂવારે બાબા બર્ફાનીની પ્રથમ ફોટો મીડિયામાં આવી. ગુફામાં બરફથી બનેલા 12 ફીટના પ્રાકૃતિક શિવલિંગના દર્શન માટે દક્ષિણ કાશ્મીરમાં તીર્થયાત્રાને શરૂઆત 28 જૂનથી થશે.  આ વખતે બાબા અમરનાથની યાત્રા 20 દિવસ વધુ થશે અને આ રક્ષાબંધનના દિવસે 26 ઓગસ્ટના રોજ ખતમ થશે.  આ માટે આખા દેશમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુ રજિસ્ટ્રેશન કરી ચુક્યા છે. યાત્રા દરમિયાન જમ્મુમાં પણ 4 સ્થાન પર રજિસ્ટ્રેશનની સુવિદ્યા રહેશે. 
 
 
અત્યાર સુધી એક લાખથી વધુ રજિસ્ટ્રેશન 
 
- અમરનાથની પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન માટે દર વર્ષે  હજારો શ્રદ્ધાળુ યાત્રામાં સામેલ થાય છે.  સાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી ઉમંગ નરુલાએ જણાવ્યુ કે આ વખતે દેશભરના એક લાખથી વધુ લોકોએ અત્યાર સુધી યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. પંજાબ નેશનલ બેંક, જમ્મુ-કાશ્મીર બેંક અને યસ બેંકની શાખાઓ દ્વારા રજિસ્ટ્રેશન ચાલુ છે. 
 
- નરુલા મુજબ આ વખતે તીર્થ યાત્રા દરમિયાન જમ્મુમાં 4 સ્થાન (વૈષ્ણવ ધામ, સરસ્વતી ધામ, જમ્મુ હાટ અને ગીતા ભવન-રામ મંદિર) પર યાત્રા સ્થળ પર જ રજિસ્ટ્રેશનની સુવિદ્યા ઉપલબ્ધ રહેશે.  બીજી બાજુ હેલિકોપ્ટર દ્વારા યાત્રા માટે ટિકિટનુ ઓનલાઈન બુકિંગ 27 એપ્રિલથી શરૂ થઈ ચુક્યુ છે. 
 
 
પોલીસની પુરી તૈયારી 
 
- પોલીસે અમરનાથ યાત્રાએ આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટેની યોજના પર કામ શરૂ કરી દીધુ છે.  જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ અને સાઈન બોર્ડના ચેયરમેન એનએન વોહરાની અધ્યક્ષતામાં સોમવારે થયેલ બેઠકમાં સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી હતી. 
- આ બેઠકમાં રાજ્યના જમ્મુ ક્ષેત્ર પોલીસ મહાનિરીક્ષક એસડી સિંહ જામવલ હાજર હતા. તેમણે કહ્યુ કે પોલીસ ધાર્મિક યાત્રામાં દરેક ખતરાની શક્યતાનો સામનો કરવાની યોજના પર કામ કરી રહી છે.