સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (15:58 IST)

આઝાદી પછી પહેલાવાર કોઈ મહિલાને આપવામાં આવશે ફાંસીની સજા, અપરાધ જાણશો તો ચોંકી જશો

ઉત્તરપ્રદેશના અમરોહા જીલ્લાની શબનમ અને તેના પ્રેમી સલીમને એક સાથે ફાંસી ની સજા થશે. બીજી  બાજુ ભારતને આઝાદી મળ્યા પછી દેશમાં પહેલીવાર કોઈ મહિલા અપરાધીને ફાંસીની સજા આપવામાં આવશે.  આ માટે મથુરાની જેલમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મથુરા સ્થિત ઉત્તર પ્રદેશના એકમાત્ર ફાંસીના ઘરમાં અમરોહાની રહેનારી શબનમને ફાંસી પર લટાવવામાં આવશે.  આ માટે મથુરા જેલમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નિર્ભયાના દોષીઓને ફાંસી પર લટકાવનારા પવન જલ્લાદ અત્યાર સુધી બે વાર ફાંસી ઘરનુ નિરીક્ષણ પણ કરી ચુક્યા છે. 
 
સર્વોચ્ચ ન્યાયાલય સાથે પુર્નવિચાર અરજી રદ્દ થયા પછી હવે હત્યાના આરોપમાં જેલમાં બંધ શબનમની ફાંસીની સજાને રાષ્ટ્રપતિએ પણ કાયમ રાખી છે. આવામાં હવે તેને ફાંસી પર લટાકાવવાનુ લગભગ નક્કી થઈ ગયુ છે. મથુરા જેલમાં મહિલા ફાંસીઘરમાં ફાંસીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ડેથ વોરંટ રજુ થતા જ શબનમને ફાંસી આપવામાં આવશે. 
 
અપરાધ એવો કે ધ્રુજારી આવી જાય 
 
અમરોહા જીલ્લાના હસનપુર ક્ષેત્રના ગામ બાવનખેડીના શિક્ષક શૌકત અલીની એકમાત્ર પુત્રી શબનમને સલીમ સાથે પ્રેમ સંબંધ હતો. સૂફી પરીવારની શબનમે અંગ્રેજી અને ભૂગોળમાં એમએ કર્યુ હતુ.  તેના પરિવાર પાસે ઘણી જમીન હતી.  બીજી બાજુ સલીમ પાંચમુ ફેલ હતો અને એક મજૂર હતો.  તેથી બંનેના સંબંધોને લઈને પરિજન વિરોધ કરી રહ્યા હતા.  શબનમે 14 એપ્રિલ 2008ની રાત્રે પોતાના પ્રેમી સાથે મળીને એવો ખૂની ખેલ રમ્યો કે સાંભળીને આખો દેશ હલી ગયો.  શબનમે પોતાના માતા-પિતા અને 10 મહિનાના ભત્રેજા સહિત બધા લોકોને પહેલા બેહોશ કરવાની દવા પીવડાવી. પછી કુહાડીથી કાપીને મારી નાખ્યા. પોલીસે સલીમને પણ પકડી લીધો અને પછી તેને પોતાનો  ગુનો કબૂલ કરી લીધો. સલીમની સ્પોટ પર ઉપયોગમાં લેવામાં આવેલી કુહાડી પણ પોલીસે જપ્ત કરી લીધી. 
 
ષડંયંત્ર એવુ કે પોલીસ પણ ગફલતમાં 
 
શબનમે હત્યા કર્યા પછી જોરથી રડવુ શરૂ કરી દીધુ. જ્યારે આસપાસના લોકો પહોચ્યા તો પરિસ્થિતિ જોઈને દંગ રહી ગયા.  લોહીથી લથપથ સાત લાશો પડી હતી. ઘરમાં એકલી 25 વર્ષની યુવતી શબનમ જ જીવતી બચી હતી.  અડધી રાત્રે થયેલ આ સનસનીખેજ હત્યાકાંડે પોલીસ પ્રશાસનમાં હડકંપ મચાવી દીધો. શબનમે પોલીસને જણાવ્યુ કે તેના ઘરમાં ડાકુઓ લૂટ્યા અને આખા પરિવારની હત્યા કરી નાખી.  તે બાથરૂમમાં હતી તેથી બચી ગઈ.  
 
મથુરનાઅ જીલ્લા કારાગરમાં લગભગ 150 વર્ષ પહેલા ફાંસી ઘર બનાવવામાં આવ્યુ હતુ. પણ આઝાદી પછી અત્યાર સુધી દેશમાં કોઈપણ મહિલાને ફાંસી આપવામાં આવી નથી.  આ પ્રદેશનુ એકમાત્ર ફાંસી ઘર છે. જોકે હાલ ફાંસીની તારીખ નક્કી થઈ નથી.
 
બક્સરથી મંગાવી દોરડી - મથુરા જીલ્લા ની જેલમાં જલ્લાદ પવનને ફાંસીના માળખામાં કોઈ કમી દેખાઈ જેને પ્રશાસન ઠીક કરાવી રહ્યુ છે. શબનમે ફાંસી પર લટકાવવા માટે બિહારના બક્સરથી દોરડુ મંગાવ્યુ છે.  જેથી કોઈ અડચણ ઉભી ન થાય્