સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (12:48 IST)

જમ્મુ કાશ્મીરમાં સેનાએ રાજૌરીના જંગલમાં 6 આતંકીઓને કર્યા ઠાર,

છેલ્લા કેટલાક દિવસથી ઘાટીમાં  પરિસ્થિતી સૌથી ખરાબ થઈ છે. આતંકીઓ હવે અહીયા સામાન્ય નાગરીકોને ટાર્ગેટ કરી રહ્યા છે. જેથી સેના દપણ હવે તો અહીયા એકશન મોડમાં આવી ગઈ છે અને સેના દ્વારા હવે આતંકીઓને શોધી શોધીને ઠાર કરવામાં આવી રહ્યા છે. સેનનાં 16 કોર્પસ નાં જવાનો હાલ તો 3 થી ચાર મોરચે   આતંકવાદીઓ સાથે લડી રહ્યા છે. 
 
છેલ્લા કેટલાક દિવસથી ઘાટીમાં આતંકીઓએ અનેક બિન કાશ્મીરી લોકોને નિશાન બનાવ્યા છે અને તેમા પણ ખાસ કરીને બિન મુસ્લિમ લોકો. આવા સમયે દુબઈ સાથેની આ સમજૂતિ દહેશત ફેલાવવા મથતા આતંકીઓ અને દુશ્મન દેશોના મોઢા પર સણસણતો તમાચો છે. 
અથડામણમાં મારવામા આવેલા અને અન્ય ઘેરાયેલા આતંકી દક્ષિણ કાશ્મીરથી રાજૌરી પહોંચ્યા હતા. આ આતંકી સમૂહમાં બે વિદેશી આતંકીઓના હોવાની પણ આશંકા છે.  જેના કારણે હવે મજૂરો અહીયાથી પલાયન કરી રહ્યા છે. લોકોના મનમાં અહીયા ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સાથેજ પર્યટકોની સુરક્ષાને લઈને પણ ગંભીર  સવાલો ઉઠ્યા છે.