સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 11 ઑગસ્ટ 2024 (11:42 IST)

ભારતના પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહનું અવસાન, વડા પ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું

natwar singh
ભારતના પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહ શનિવારે રાત્રે 93 વર્ષની ઉમરે અવસાન પામ્યા.
 
પૂર્વ વિદેશ મંત્રીએ ગુરુગ્રામની એક ખાનગી હૉસ્પિટલમાં લાંબી બીમારી પછી અંતિમ શ્વાસ લીધો.
 
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, પરિવારની સૂત્રોએ આપેલી જાણકારી મુજબ તેમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવશે.
 
નટવરસિંહના અવસાન પર વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો હતો.
 
વડા પ્રધાન મોદીએ ઍક્સ પર લખ્યું, "નટવરસિંહજીના અવસાનથી દુ:ખ થયું. તેમણે કૂટનીતિ અને વિદેશ નીતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે."
 
વડા પ્રધાન મોદીએ કહ્યું, "તેઓ પોતાની બૌદ્ધિકતા અને લેખન માટે ઓળખાતા હતા. આ દુ:ખના સમયમાં હું તેમના પરિવાર અને પ્રસંશકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ."
 
પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહને 1984માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 
નટવરસિંહ 2004-05માં યુપીએ સરકારમાં ભારતના વિદેશમંત્રી હતા.
 
નટવરસિંહે પોતાના પુસ્તક "વન લાઇફ ઇઝ નૉટ ઇનફ"માં સોનિયા ગાંધી વડાં પ્રધાન ન બન્યાં તે પાછળ એક કારણ બતાવ્યું હતું જેને કારણે વિવાદ થયો હતો