ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (21:34 IST)

પીએમ મોદીના સલાહકાર બન્યા પૂર્વ IAS અમિત ખરે, એજ્યુકેશન પોલિસી તૈયાર કરવામાં રહ્યો છે મહત્વપૂર્ણ રોલ

માનવ સંસાધન અને સૂચના પ્રસારણ મંત્રાલયમાં સચિવ તરીકે સેવાઓ આપી ચૂકેલા અમિત ખરેને પીએમ મોદીના સલાહકાર તરીકે નિમવામાં આવ્યા છે. 1985 બેંચના આઇએએસ અધિકારી અમિત ખરે 30 સપ્ટેમ્બરના રોજ ઉચ્ચ શિક્ષણ સચિવના પદ પરથી નિવૃત થયા હતા. એક સરકારી આદેશમાં તેમની નિમણૂકની જાણકારી આપવામાં આવી હતી. સરકાર તરફથી આપવામાં અવેલી જાણકારી અનુસાર કેબિનેટની નિયુક્ત સમિતિએ અમિત ખરેને પીએમ મોદીના સલાહકાર બનાવવાની મંજૂરી આપી છે. તે પીએમઓ તથા સલાહકાર તરીકે કામ કરશે. તેમની રેંક અને સ્કેલ ભારત સરકારના કોઇ અન્ય સચિવ બરાબર હશે. તેમની આ નોકરી કોન્ટ્રાક્ટ આધારે હશે. આ ઉપરાંત પુનનિયુક્તિને લઇને સરકારના તમામ નિયમ પણ તેમના પર લાગૂ થશે.  
 
હાલ તેમણે બે વર્ષ અથવા પછી આગામી આદેશ સુધી નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારબાદ વધારવામાં પણ આવી શકે છે. અમિત ખરે પીએમ નરેન્દ્ર મોદીના અંગત અમલદારોમાં સામેલ કરવામાં આવે છે. દેશમાં આ લાગૂ કરવામાં આવેલી નવી એજ્યુકેશન પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન ગણવામાં આવે છે. આ ઉઅરાંત ડિજિટલ મીડિયાને લઇને નિયમ નક્કી કરવામાં અણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તાજેતરમાં જ કેંદ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રાલયે ડિજિટલ મીડિયાને લઇને નિયમો જાહેર કર્યા હતા. 
 
આ વર્ષે પૂર્વ કેબિનેટ સચિવ પીકે સિન્હા અને સચિવ રહી ચૂકેલા અમરજીત સિન્હા પીએમઓ છોડ્યું હતું. ત્યારબાદ અમિત ખરેની પીએમઓમાં એન્ટ્રી થઇ છે. પીકે સિન્હા અને અમરજીત સિન્હા પણ પીએમ નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે કામ કરી રહ્યા હતા. અમિત ખરેને સ્પષ્ટ નિર્ણયો લેવા અને પારદર્શિતા સાથે કામ કરવા માટે ઓળખવામાં આવે છે. તેઓ કેટલાક સચિવોમાંથી એક છે, જેણે એક સાથે માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને સૂચના પ્રસારણ મંત્રાલયના કામકાજને સંભાળ્યું છે. તેના દ્વારા સમજી શકાય છે કે પીએમ નરેન્દ્ર મોદી તેમના પર કેટલો વિશ્વાસ કરે છે.