ભાજપાના વરિષ્ઠ નેતા કુંજીલાલ મીણાનુ લાંબી બીમારી પછી મોત
. ભાજપાના વરિષ્ઠ નેતા કુંજીલાલ મીણાનુ 86 વર્ષને વયે સોમવારે નિધન થઈ ગયુ. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ભાજપા પ્રવક્તાએ જણાવ્યુ કે વરિષ્ઠ નેતા કુંજીલાલ મીણાની અહીના એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધા. મીણા સવાઈ માઘૌપુર વિધાનસભા સીટૅ પરથી ચાર વાર ધારાસભ્ય રહ્યા. તેઓ સાંસદ પણ રહી ચુક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે શોક વ્યક્ત કરતા જણાવ્યુ કે કુંજીલાલ સવાઈ માઘોપુર ક્ષેત્રના કદાવર નેતા હોવાની સાથે સાથે જનહિતને સર્વોપરિ માનીને પૂર્ણ સક્રિયતાથી કામ કરનારા એવા જનસેવક હતા જેમનુ યોગદાન ક્યારેય ભૂલી શકાતુ નથી.