રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 7 જાન્યુઆરી 2019 (16:31 IST)

લોકસભા ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય, આર્થિક રૂપથી પછાત સુવર્ણોને 10 ટકા અનામતનો પ્રસ્તાવ

મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે આર્થિક રૂપથી પછાત સુવર્ણો માટે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થામાં 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. સરકાર આ અનામતને લાગૂ કરવા માટે મંગળવારે સસદમાં સંશોધન ખરડો રજુ કરશે. 
 
હાલ સરકારી નોકરીઓમાં 50 ટકા અનામતની વ્યવસ્થા લાગૂ છે.  તેનાથી વધુ અનામત માટે સરકારને વર્તમાન અનામત ખરડમાં સંશોધન કરવુ પડશે.  સુપ્રીમ કોર્ટે 50 ટકાથી વધુ અનામત પર રોક લગાવી છે. સરકારે 10 ટકા ઈબીસી કોટાનો પ્રસ્તાવ કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસે સરકારના આ નિર્ણય પર સવાલ ઉભો કર્યો છે.  કોંગ્રેસે સરકારને પુછ્યુ કે તે સાઢા ચાર વર્ષ સુધી શુ કરતી રહી છે અને તે સંશોધન ખરડાને કેવી રીતે પાસ કરાવશે. 
 
કેબિનેટના આ ઐતિહાસિક નિર્ણયનો લાભ રાજપૂત, ભૂમિહાર, બનિયા, જાટ અને ગુજ્જર સહિત આર્થિક રૂપથી પછાત વર્ગને મળશે. આર્થિક રૂપથી પછાત આ વર્ગોને 10 ટક આનામતનો લાભ આપવા માટે સરકારે અનુચ્છેદ 15 અને 16 માં સ્પેશ્યલ ક્લૉઝ જોડીને સંવૈધાનિક સંશોધન કરવા પડશે. 
 
સૂત્રોના મતે અનામતનો હાલનો ક્વોટા 49.5 ટકાથી વધીને 59.5 ટકા કરાશે. તેમાંથી 10 ટકા ક્વોટા આર્થિક રીતે પછાત લોકો માટે હશે. આપને જણાવી દઇએ કે લાંબા સમયથી આર્થિક રીતે પછાત સવર્ણો માટે અનામતની માંગણી કરાઇ રહી હતી.  
 
કોને મળશે ફાયદો  
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જે લોકોના કુંટુંબની આવક વાર્ષિક 8 લાખ રૂપિયાથી ઓછી છે.. તેમજ જેમનુ ઘર 1000 સ્ક.ફીટથી નાનુ છે.  તેમને જ આ ફાયદો મળશે. જો કે હજુ સુધી તેની સત્તાવાર કોઇ પુષ્ટિ કરાઇ નથી.
 
ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી SC/ST એકટ પર મોદી સરકારના નિર્ણયથી સવર્ણ જાતિના લોકોની નારાજગી હતી. તેમજ તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં મળેલી હારને ધ્યાનમાં રાખતા સવર્ણોને પોતાના ‘પલ્લું’માં લેવાની કોશિષ તરીકે જોઇ શકાય છે.