શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 6 મે 2017 (10:13 IST)

દિલ્હી- તુગલકાબાદની રાની લક્ષ્મીબાઈ શાળામાં ગેસ લીક, 70 વિદ્યાર્થીનીઓ બેહોશ

દક્ષિણી દિલ્હીના તુગલકાબાદના પુલ પ્રહલાદપુરમાં ગેસ લીક થવાથી 70થી વધુ વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ. આ બધી બાળકીઓ રાની લક્ષ્મીબાઈ સ્કૂલની છે. બેહોશ થયેલ બધી બાળકીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સ્કુલ ખાલી કરાવવામાં આવી છે. 100થી વધુ બાળકોને શાળામાંથી કાઢવામાં આવ્યા છે. હોસ્પિટલ મુજબ બધી વિદ્યાર્થીનીઓ સુરક્ષિત છે.  શાળાની બહાર મુકેલા કંટેનરમાંથી ગેસ લીકેક થવાની આશાંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના સ્થળ પર પોલીસ અને બચાવ દળ ઉપસ્થિત છે. રાહત કાર્ય જોર શોરથી ચાલી રહ્યુ છે. 
 
જો કે ટીવી ચેનલોમાં બતાવ્યુ છેકે ઘટના સ્થળ પર કેટલાક સ્કૂલી ટીચર માસ્ક લગાવેલ હતા તો કેટલાક સામાન્ય રીતે ફરી રહ્યા હતા.  જેના પરથી લાગી રહ્યુ છે કે ત્યા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. પોલીસ મુજબ તુગલકાબાદના કસ્ટમ વિસ્તારમાં આ ઘટના બની. કંટેનર ડેપોથી ગેસ લીક થવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યુ છે.