1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 15 ડિસેમ્બર 2021 (13:26 IST)

Group Captain Varun Singh: હેલિકોપ્ટર ક્રેશમાં એકમાત્ર બચેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હારી ગયા જીવનની જંગ

Group Captain Varun Singh Death: તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર જીવતા બચેલા ગ્રુપ કપ્તાન વરુણ સિંહ (Varun Singh) નુ બુધવારે સવારે નિધન થઈ ગયુ છે. ભારતીય વાયુસેના (Indian Air Force)એ એક નિવેદનમાં જણાવ્યુ કે ભારતીય વાયુસેનાના બહાદુર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધનની સૂચના આપતા ખૂબ જ દુખ થઈ રહ્યુ છે.  તેમનુ આજે સવારે નિધન થઈ ગયુ છે.  તેઓ 8 ડિસેમ્બર 21ના રોજ હેલીકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયા હતા. ભારતીય વાયુસેના ઊંડી સંવેદના વ્યક્ત કરે છે અને શોક સંતપ્ત પરિવાર સાથે મજબૂતી સાથે ઉભી છે. 

 
 
ભારતીય સેના(Indian Army) એ આઈએએફના ટ્વીટને રિટ્વીટ કરતા કહ્યુ છે જનરલ એમએમ નરવણે સીઓએએસ અને ભારતીય સેનાની બધી રેંક ગ્રુપ કપ્તાન વરુણ સિંહનુ નિધન પર હાર્દિક સંવેદના વ્યક્ત કરીએ છીએ. જેમણે 8 ડિસેમ્બર 21ના રોજ કુન્નુરમાં દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયા પછી આજે સવારે અંતિમ શ્વાસ લીધા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ  કહ્યુ 'કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કપ્તાન વરુણ સિંહના નિધન વિશે જાણીને ખૂબ દુખ થયુ. ઈશ્વર વીર જવાનની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને શક્તિ પ્રદાન કરે. હુ ઊંડી સંવેદન વ્યક્ત કરુ છુ.