1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 મે 2025 (16:36 IST)

Amrit Railway Station - ગુજરાતને ૧૮ અમૃત રેલ્વે સ્ટેશન મળ્યા, પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 મેના રોજ રાજસ્થાનના બિકાનેરમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા 103 અમૃત રેલ્વે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે. આ સ્ટેશનો 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લાઓમાં છે. આ બધા 1,100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. રેલ્વે મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ, 1300 થી વધુ સ્ટેશનોને આધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું. જે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે તેમાં સામખીયાળી, મોરબી, હાપા, જામ વંથલી, કનાલુ, ઓખા, મીઠાપુર, રાજુલા, સિહોર, પાલિતાણા, મહુવા, જામ જોધપુર, લીંબડી, દેરોલ, કરમસદ, ઉતરાણ, કોસંબા અને ડાકોરનો સમાવેશ થાય છે.

આ સ્ટેશનોમાં શું ખાસ હશે?
રેલ્વે મંત્રાલયની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના ૧૩૦૦ થી વધુ રેલ્વે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનો વિસ્તારની સંસ્કૃતિ, સ્થાપત્ય અને પરંપરાને પ્રતિબિંબિત કરવા માટે વિકસાવવામાં આવી રહ્યા છે. અમૃત ભારત હેઠળ જે સ્ટેશનો વિકસાવવામાં આવી રહ્યા છે તેમાં વધુ સારી વેઇટિંગ એરિયા, હાઇ-ટેક ટિકિટ કાઉન્ટર, કાફેટેરિયા, એસ્કેલેટર, લિફ્ટ, ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ, સ્વચ્છ શૌચાલય, સારી લાઇટિંગ અને સુરક્ષા વ્યવસ્થા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.