શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રાજકોટ : , રવિવાર, 1 જાન્યુઆરી 2017 (10:26 IST)

હાર્દિક પટેલનુ 17મી ગુજરાતમાં આગમન, પાટીદાર સમાજ દ્વારા સ્વાગતની તડામાર તૈયારીઓ

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ 17  જાન્યુઆરીએ ગુજરાતમાં પરત ફરવાના છે ત્યારે અરવલ્લી જીલ્લાના ભીલોડા તાલુકાના શામળાજી ખાતે ભવ્ય સ્વાગત કરવા માટેની તડામાર તૈયારીઓ પાસ કન્વીનરોની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે.
 
      હિંમતનગરમાં સી. કે. પટેલ સમાજવાડી ખાતે પાટીદાર આંદોલન સાથે જોડાયેલા 500થી વધુ કાર્યકર્તાઓની મીટીંગ યોજાઈ હતી. જેમાં પાટીદાર આંદોલન તથા હાર્દિક પટેલના સ્વાગત માટે કેવા પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ તેની વિસ્તૃત ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી.