ઇઝરાયેલ ગુજરાત ને ડિજિટલ ફાર્મિંગ માટેના 100 યુનિટ ભેટ આપશે
ઇઝરાયેલ ગુજરાત ને ડિજિટલ ફાર્મિંગ માટેના 100 યુનિટ ભેટ આપશે.. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની ઇઝરાયેલ ની સિંચાઇ અને ગ્રીન હાઉસ ટેકનોલોજી તથા ડિજિટલ ફાર્મિંગ ક્ષેત્ર ની અગ્રગણ્ય કમ્પની netfim ના સી.ઈ ઓ રન મૈદન ની મુલાકાત માં તેમણે આ ભેટ આપવા ની વિગતો આપી હતી.. વિજય ભાઈ રૂપાણી એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઇઝરાયેલ ની આ ડિજિટલ ફાર્મિંગ ભેટ ગુજરાત ના કૃષિ ક્ષેત્ર મા ગેઇમ ચેંજર અને ભવિષ્ય માં ગુજરાત ને ડિજિટલ એગ્રીકલ્ચર તરફ લઈ જવામાં મહત્વ નું કદમ બનશે.
આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની ઇઝરાયેલ મુલાકાત વેળા એ ઇઝરાયેલ દ્વારા 2 મોબાઈલ ડિસેલીનેશન યુનિટ ભેટ આપવામાં આવ્યા હતા..