શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 જૂન 2018 (13:40 IST)

શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટનાઃ 9 વર્ષની બાળકી સાથે 68 વર્ષીય નિવૃત શિક્ષકના અડપલાં

અમદાવાદ શહેરમાં શિક્ષણ જગતને કલંક લગાડતો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના ઓઢવ વિસ્તારમાં 9 વર્ષની માસુમ બાળકીને 68 વર્ષીય નરાધમ નિવૃત શિક્ષક દ્વારા અડપલા કાર્યા હોવાનો બનાવ બન્યો છે અને આ બનાવને લઈને  સમગ્ર વિસ્તારમાં  સનસનાટી મચી ગઈ છે. બનાવને લઈને પરિવારે ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે, રીટાયર્ડ શિક્ષક દ્વારા બાળકીને પ્રસાદ આપવાના લાલચે ઘરમાં બોલાવવા આવી હતી. નિવૃત શિક્ષાકે બાળકીને નિવસ્ત્ર કાર્યબાદ પોતાની હેવાનિયતનો શિકાર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે સમયે બાળકી રડવા લાગી. નિવૃત્ત શિક્ષકની આ હેવાનિયત બાળકી કોઈને ન કહે તે માટે નિવૃત્ત શિક્ષક દ્વારા તેને 20 રૂપિયાની લાલચ પણ આપવામાં આવી. પરંતુ બાળકીએ ઘરે જઈ તેની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી અને ત્યારબાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી અને અંતે પરિવાર દ્વારા ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચી નિવૃત શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી. જ્યારે બીજી તરફ ઓઢવ પોલીસ દ્વારા નિવૃત શિક્ષકને નજર હેઠળ રાખી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.