શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (15:59 IST)

શિવસેના સાથે હાર્દિક પટેલે મેળવ્યા હાથ, માતોશ્રીમાં ઉદ્ધવને મળ્યા

બીજેપીની લઈને તેવરમાં આવી ચુકેલ પટેલ નેતા હાર્દિક પટેલ શિવસેના માટે પ્રચાર કરી શકે છે. તેઓ મુંબઈ પહોંચી ચુક્યા છે અને આજે બપોરે લગભગ 12 વાગ્યે માતોશ્રીમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે. એવુ કહેવાય રહ્યુ છે કે બીએમસી ચૂંટણીમાં પટેલ શિવસેનાનો પ્રચાર કરી શકે છે. આ પગલના અનેક રાજકારણીય સમીકરણો કાઢવામાં આવી રહ્યા છે. 

 
પટેલે પણ ગુજરાતમાં બીજેપી સરકાર પર ટિપ્પણી કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે શિવસેના પહેલાથી જ બીજેપી પર હુમલો કરી રહી છે અને પટેલે પણ ગુજરાતમાં બીજેપી સરકાર પર જોરદાર ટિપ્પણીઓ કરી છે. આ દરમિયાન સાંભળવા મળ્યુ છેકે પટેલને સ્ટાર પ્રચારકના રૂપમાં રાખવા માંગી રહી છે.  હવે જોવાનુ એ છે કે બીજેપી તરફથી તેના પર શુ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી રહી છે. 
મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત બધા દસ મહાનગર પાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થશે અને 23 ફેબ્રુઆરીના રોજ વોટની ગણતરી થશે. 
 
બીજેપી-શિવસેનાનો ઝગડો 
 
- મુંબઈમાં મહાનગરપાલિકાની ચૂંટણીના ટાણે જ બીજેપી-શિવસેનાનુ બે દસક જુનુ ગઠબંધન તૂટી ચુક્યુ છે. 
 
- બીજીપીએ આરપીઆઈ અને શિવસંગ્રામની સાથે ગઠબંધન કર્યુ છે. 
- બીજેપીએ આરપીઆઈને ડિપ્ટી મેયરના પદનુ વચન આપ્યુ છે. 
 
હાર્દિક પટેલનો મતલબ ?
 
- ગુજરાતમાં બીજેપી સરકાર માટે મોટો પડકાર બનેલા 
- પશ્ચિમ ઉપનગરના ગોરેગાવ વિસ્તારમાં પણ શિવસેનાના ઉમેદવારો માટે પ્રચાર કરશે. 
- પટેલ નવનિર્માણ સેના તરફથી આયોજીત માટે થનારા શો માં પણ સામેલ થશે. 
બીએમસી ચૂંટણીમાં શિવસેનાના વચનો 
 
- 500 સ્કવેયર ફીટ સુધીનુ ઘર જેમની પાસે છે તેમનો પ્રોપર્ટી ટેક્સ માફ થશે. 
- સરકારી સ્વાસ્થ્ય યોજનાઓથી વંચિતોને મફત સારવાર મળશે. 
 
હાલની સ્થિતિ શુ છે ? 
 
હાલ બીએમસી પર શિવસેનાનો કબજો છે. 
 
- શિવસેના પાસે 89 કોર્પોરેટર 
- બીજેપી પાસે 32 કોર્પોરેટર 
- કોંગ્રેસ પાસે 51 કોર્પોરેટર 
- એનસીપી પાસે 14 કોર્પોરેટર 
- એનસીપી પાસે 14 કોર્પોરેટર 
- મહારાષ્ટ્ર  નવનિર્માણ સેના પાસે 28 કોર્પોરેટર 
- સમાજવાદી પાર્ટી પાસે 8 કોર્પોરેટર 
- શેતકરી કામગાર પક્ષ પાસે 1 કોર્પોરેટર 
- કુલ ચાર અપક્ષના કોર્પોરેટ છે.