ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 21 મે 2018 (16:12 IST)

જ્યારે એચ ડી. કુમારસ્વામીએ પ્રથમ લગ્ન કર્યા હતા ત્યારે તેમની બીજી પત્ની રાધિકાનો જન્મ થયો હતો

સૌથી ઓછી સીટ જીતનારી પાર્ટી જેડીએસના અધ્યક્ષ કુમારસ્વામી કર્ણાટકના સીએમ બનવાના છે પણ લોકોને વધુ રસ તેમની પત્ની રાધિકામાં છે. સોશિયલ મીડિયાથી લઈને ગૂગલ સુધી તેને ખૂબ સર્ચ કરવામાં આવી રહી છે.  રાધિકા સાઉથની અભિનેત્રી અને પ્રોડ્યૂસર છે. રાધિકા કુમારસ્વામીની બીજી પત્ની છે અને વયમાં તેમનાથી લગભગ 28 વર્ષ નાની છે. ઉલ્લેખનીય છે કે કુમારસ્વામી 58 વર્ષના છે જ્યારે કે તેમની પત્ની રાધિકા માત્ર 31 વર્ષની છે.  બંનેની એક પુત્રી શમિકા કુમારસ્વામી છે.  જ્યારે કુમારસ્વામીએ પ્રથમ લગ્ન (1986)કર્યા હતા ત્યારે રાધિકાનો જન્મ થયો હતો.  
- કુમારસ્વામીની વાઈફ રાધિકા કન્નડ ફિલ્મોની અભિનેત્રી અને પ્રોડ્યૂસર છે. 
- રાધિકાએ  2002માં કન્નડ ફિલ્મ 'લીના મેઘા શમા'  દ્વારા ડેબ્યૂ કર્યુ હતુ. જો કે તેની પ્રથમ રજુ  થયેલી ફિલ્મ નીનાગાગી હતી 
- ડેબ્યૂના સમયે રાધિકા 9માં ધોરણમાં ભણતી હતી અને તેની ઉમંત 14 વર્ષની હતી. 
ફિલ્મો કરતા વધુ રિલેશનને લઈને ચર્ચામાં 
 
રાધિકા પોતાની ફિલ્મો કરતા વધુ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહી છે. રિપોર્ટ્સનુ માનીએ તો 200માં રાધિકાએ રતન કુમાર નામના  વ્યક્તિ સાથે  ભાગીને લગ્ન કર્યા હતા.  2002માં રતન કુમારે રાધિકાના પિતા દેવરાજ વિરુદ્ધ પોલીસમાં તેનુ અપહરણ કરવાની રિપોર્ટ નોંધાવી હતી. જેમા બતાવ્યુ હતુ કે તેના પિતા રાધિકાનુ કેરિયર ખતમ થવાના ભયથી પોતાની સાથે લઈ ગયા.   એટલુ જ નહી રાધિકાના પિતાએ પણ આરોપ લગાવ્યો કે રતન કુમારે તેમની પુત્રીને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ રાધિકાની માતા સામે આવી અને તેણે પણ કહ્યુ કે રતન કુમાર તેમની પુત્રીને ફોસલાવીને લઈ જઈ લગ્ન કર્યા.  2002માં રતન કુમારનુ હાર્ટ એટેકથી મોત થઈ ગયુ. 
કુમારસ્વામીએ બતાવી હતી લગ્નની વાત 
 
2010માં ખુદ રાધિકાએ ખુલાસો કર્યો હતો કે તેણે  2006માં જેડીએસના નેતા એચડી કુમારસ્વામી સાથે ચોરી છુપે લગ્ન કર્યા હતા.  ઉલ્લેખનીય છે કે કુમારસ્વામીએ પહેલા લગ્ન 1986માં અનીતા સાથે કર્યા હતા.  આ લગ્નથી તેમને એક પુત્ર છે જેનુ નામ નિખિલ ગૌડા છે.  જ્યારે કુમારસ્વામીએ લગ્ન કર્યા હતા ત્યારે રાધિકાનો(1986) જન્મ થયો હતો. 
 
રાધિકાએ આ ફિલ્મોમાં કર્યુ કામ 
 
રાધિકાએ પોતના કેરિય્રમાં અત્યાર સુધી લગભગ 32 ફિલ્મોમાં કામ કર્યુ છે.  રાધિકાએ કન્નડ ફિલ્મો ઉપરાંત તમિલ ફિલ્મોમાં કામ કર્યુ છે.  અને હવે તે ફિલ્મો પણ પ્રોડ્યૂસ કરી રહી છે.  રાધિકાએ પ્રેમા કૈદી (2002), 'ઓહ લા લા' (2002), 'મણિ' (2002), 'વર્ણજાલમ' (2004), 'મસાલા' (2005), 'ઑટો શંકર' (2005), 'ગુડ લક' (2006) સહિત  અન્યમાં કામ કર્યુ છે. તેમની અપકમિંગ ફિલ્મ બૈરા દેવી રાજેન્દ્ર પોનાપ્પા, નીમાગામી છે. જે આ વર્ષે રજુ થશે