બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 19 મે 2018 (16:58 IST)

જાણો છેવટે કેમ કર્ણાટકમાં ન બચી શકી યેદિયુરપ્પા સરકાર

કર્ણાટકમાં અસ્પષ્ટ બહુમત મળતા અને ત્યારબાદ સરકાર બનાવવાને લઈને દાવ અને અટકળો વચ્ચે ભલે વજુભાઈવાળાએ બીજેપીના સીએમ ઉમેદવાર યેદિયુરપ્પાને સરકાર બનાવવાની તક આપી હોય પણ તેમણે ફ્લોર ટેસ્ટ પર બહુમત સાબિત કરતા પહેલા જ રાજીનામુ આપી દીધુ. રાજીનામુ આપતા પહેલા યેદિયુરપ્પાએ ભાવુક ભાષણ આપીને કોંગ્રેસ અને જેડીએસ પર જોરદાર નિશાન સાધ્યુ 
 
યેદિયુરપ્પાએ આ રાજીનામુ સુપ્રીમ કોર્ટ તરફથી ટ્રસ્ટ વોટ કરાવવાને લઈને આપેલ સમયના થોડા મિનિટ પહેલા અને મુખ્યમંત્રી પદ સાચવવાના બે દિવસ પછી આપી દીધુ છે. 
 
- યેદિયુરપ્પાએ કર્ણાટક વિધાનસભામાં પોતાના ભાષણ દરમિયાન કહ્યુ - જનતાએ 104 સીટો આપી. આ જનાદેશ કોંગ્રેસ અને જેડીએસ માટે નહોતો.  રાજ્યપાલે અમને એટલા માટે સરકાર બનાવવાનુ આમંત્રણ આપ્યુ કારણ કે અમે સૌથી મોટી પાર્ટી હતા. હુ મારા જીવનના અંતિમ શ્વાસ સુધી કર્ણાટકની જનતા માટે કામ કરીશુ. 
 
તેમણે કહ્યુ - હુ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી રહ્યો છુ. હુ સ્પીકારનો આભાર વ્યક્ત કરુ છુ જેમને મને આ તક આપી. 
શનિવાર 4 વાગે કરવાનુ હતુ બહુમત સાબિત 
 
કર્ણાટક વિધાનસભામાં 104 સીટો જીતીને સરકાર બનાવવાનો દાવો કરનારા યેદિયુરપ્પાને રાજ્યપાલ વજુભાઈવાળા તરફથી બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પણ રાજ્યપાલ તરફથી યેદિયુરપ્પાને સરકાર બનાવવાની તક આપવા વિરુદ્ધ કોંગ્રેસે હાઈકોર્ટમાં અપીલ કરી અને અડધી રાત્રે કોર્ટની સુનાવણી ચાલી. 
 
ત્યારબાદ સુર્પીમ કોર્ટને શુક્રવારે કોંગ્રેસને એ સમયે મોટી રાહત આપી જ્યારે આદેશમાં કોર્ટે યેદિયુરપ્પાને બહુમત સાબિત કરવા માટે સમય સીમાને 15 દિવસથી ઘટાડીને 24 કલાક કરી દીધો. 
યેદિયુરપ્પા સરકારે માંગો હતો વધુ સમય 
 
જો કે યેદિયુરપ્પા તરફથી રજુ કરવામાં આવેલ સૉલિસીટર જનરલ મુકુલ રોહગતીએ આ દલીલ આપી કે તેમને બહુમત સાબિત કરવા માટે સમય આપવામાં આવે. પણ ટોચની કોર્ટે પોતાનુ વલણ કાયમ રાખ્યુ. જો કે ત્યારબાદ યેદિયુરપ્પા સહિત બીજેપીના અનેક નેતાઓએ ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરવાનો દાવો પણ કર્યો. 
 
કોણે કેટલી સીટ 
 
આ પહેલા મંગળવારે આવેલ ચૂંટણી પરિણામમાં બીજેપીને 104 કોંગ્રેસને 78 અને જેડીએસને 37 સીટ મળી હતી. જ્યારે કે એક સીટ જેડીએસના સહયોગી બીએસપીને મળી હતી.  જ્યારે કે એક અન્ય સીટ સ્થાનીક પાર્ટીને અને એક નિર્દલીયને મળી હતી.  કર્ણાટક વિધાનસભાની 224માંથી 222 સીટો પર મતદાન 12મે ના રોજ થયુ હતુ.