ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (09:45 IST)

આજે અને આવતીકાલે પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના

રાહત કમિશનર અને અધિક સચિવ,મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની ઓનલાઈન બેઠક આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાધીનગર ખાતેથી યોજાઈ હતી. જેમાં હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં તા.21 અને 22 સપ્ટેમ્બર સુધી પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.રાહત નિયામકે બેઠકને સંબોધતા જણાવ્યુ કે, આજે સવારે 6 થી બપોરના 2 સુધી રાજ્યમાં 30 જિલ્લાના, 131 -તાલુકામાં વરસાદ નોંધાયેલ છે. જેમાં સૈાથી વધારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં 162 એમ.એમ. વરસાદ નોંધાયેલ છે. રાજ્યમાં અત્યાર સુધી તા.21/09/2021 અંતિત 642.06 મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 840 મી.મી.ની સરખામણીએ 76.44 % છે.IMD ના અઘિકારી દ્વારા જણાવાયુ હતું કે, રાજયમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં 21 અને 22 સપ્ટેમ્બર સુધી પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. તથા રાજકોટ,જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, વડોદરા, અમદાવાદ,ભાવનગર,બોટાદ,વડોદરા,ખેડા, આણંદ મહિસાગર ,દાહોદ,ભરૂચ,નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. 25 અને 26 સપ્ટેમ્બર સુધી આણંદ,વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા બચાવ કાર્ય માટે NDRF અને SDRFની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટ, NDRF અને DySp, SDRFને સૂચના આ૫વામાં આવી છે. કૃષિ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત 83.84 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 20 સપ્ટેમ્બર સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 85.83 લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 98.01% વાવેતર થયેલ છે.સરદાર સરોવર નર્મદા નિગમ લિ. દ્વારા જણાવાયુ છે કે,સરદાર સરોવર જળાશયમાં હાલ 186731 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 55.89% છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, રાજ્યના 206 જળાશયોમાં 418556 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 75.09% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-79 જળાશય, એલર્ટ ૫ર કુલ- 12 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે.એન.ડી.આર.એફ.ની કુલ 20 ટીમમાંથી 18 ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીર સોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જૂનાગઢ, 2-જામનગર, 1-પાટણ, 1-મોરબી,1- દેવભૂમિ દ્વારકા,1-પોરબંદર,1- ખેડા,1-પંચમહાલ,1- ગાંઘીનગર - ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. અને 1-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.