શનિવાર, 17 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 15 જૂન 2025 (08:20 IST)

Video: કેદારનાથ ધામમાં વધુ એક હેલિકોપ્ટર થયું ક્રેશ, એક બાળક સહીત પાંચનાં મોત

helibopter crash
કેદારનાથ ધામમાં ફરી એકવાર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે જેમાં પાંચ લોકો સવાર હોવાનું કહેવાય છે. ગૌરીકુંડમાં ઊંચાઈઓ પાસે ઘાસ એકઠું કરી રહેલી મહિલાઓ પાસેથી મળેલી માહિતી મુજબ, હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ધુમાડો જોવા મળ્યો છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક જવાબ આપવા માટે NDRF અને SDRF ટીમો મોકલવામાં આવી છે.

 
ઉત્તરાખંડના એડીજી કાયદો અને વ્યવસ્થા ડૉ. વી મુરુગેશને જણાવ્યું હતું કે, "દહેરાદૂનથી કેદારનાથ જઈ રહેલું એક હેલિકોપ્ટર ગૌરીકુંડમાં ગુમ થયું છે. હેલિકોપ્ટર ત્રિજુગીનારાયણ અને ગૌરીકુંડ વચ્ચે ગુમ થયું હતું."