શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 9 એપ્રિલ 2017 (19:18 IST)

ગૌહત્યા પર રોક લગાવવા એકસમાન કાયદો હોવો જોઈએ - મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના પ્રમુખ મોહન ભાગવતે સમગ્ર દેશમાં ગૌહત્યા પર રોક લગાવવા માટે કાનૂન બનાવવાની માંગ કરી છે. આ સાથે જ તેમણે ગૌરક્ષાના નામ પર ગૌરક્ષૌ દ્વારા કરવામાં આવતી હિંસાને ખોટી ગણાવી હતી. દિલ્લીમાં મોહન ભાગવતે ભગવાન મહાવીરની જયંતિના પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું છે કે 'આખા દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લાગુ થાય એવો એકસમાન કાયદો હોવો જોઈએ.'
 
 
રાજસ્થાનના અલવરમાં કથિત રીતે ગૌ દાણચોરીના શકમાં ગૌરક્ષકો દ્વારા એક વ્યક્તિને મારીમારીને મોતને ઘાટ ઉતારી દેવાનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. આ મામલે વિપક્ષી દળોએ એકજૂથ થઈને બીજેપીના નાકમાં દમ લાવી દીધો છે  મોહન ભાગવતે ગૌ રક્ષક સમૂહ દ્વારા કરવામાં આવેલી હિંસાની આલોચના કરતા કહ્યું, એવું કઈપણ ન કરવું જોઈએ જે હિંસક હોય. ગાયોની રક્ષા કરવાનું કામ કાનૂન અને સંવિધાનનું સમ્માન કરતા બનાવવું જોઈએ.