ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 4 એપ્રિલ 2023 (11:06 IST)

Hooghly Voilence: હુગલીમાં ફરી હંગામો! 4 ટ્રેનો પર પથ્થરમારો, પોલીસની ગાડીમાં આગ, રેલ્વે લાઇન બ્લોક

Hooghly Voilence
પશ્ચિમ બંગાળના રિશ્રા વિસ્તારમાં રેલવે ફાટકની સામે પોલીસના વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ પર ઈંટ અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
 
Hooghly Voilence News: પશ્ચિમ બંગાળમાં રામ નવમીથી શરૂ થયેલો હંગામો હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હુગલી જિલ્લામાં ફરી એકવાર તણાવ વધી ગયો છે. આ પહેલા રવિવાર (2 એપ્રિલ)ના રોજ રિષડા વિસ્તારથી હિંસાના સમાચાર આવ્યા હતા, તે જ વિસ્તારમાં ફરી એકવાર ચાર ટ્રેનો પર પથ્થરમારો અને બોમ્બમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો બાદ સ્ટેશન પર હાજર લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી કેસની તપાસમાં લાગી ગઈ હતી.
 
પોલીસને નિશાન બનાવી ઈંટો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. રેલવે ફાટકની સામે પોલીસના વાહનમાં તોડફોડ કરી આગ ચાંપી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હિંસા બાદ હાવડા-બંદેલ મુખ્ય લાઇન પરની રેલ સેવાઓ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ હતી. દરમિયાન, ભાજપના નેતા સુભેન્દુ અધિકારીએ ટ્વિટ કર્યું કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહી છે, શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કેન્દ્રીય દળની જરૂર છે.