મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (13:34 IST)

અસમમાં હિંસક અથડામણ - પોલીસ ફાયરિંગમાં 2 ના મોત, ફોટોગ્રાફર લાશ પર લાત-ઘૂંસા અને લાકડીઓથી ફટકારી

આસમમાં દરાંગ જિલ્લામાં ગુરૂવારે દવાણ હટાવવા ગયેલી પોલીસની અતિક્રમણ કરનારા સાથે અથડામન થઈ. 2 લોકોના મોત થયા છે જ્યારે અનેક ઘાયલ પણ થયા. 
અસમમાં અથડામણમાં બે પ્રદર્શનકારીઓના મૃત્યુ થયા હતા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ફોટોગ્રાફર લાશ સાથે મારપીટ કરતો જોવાયો આ વિડીયો વિચલીત કરનારો છે.  વીડિયોમાં એક સ્થાનિક નાગરિક લાકડીઓ લઈને પોલીસ તરફ દોડતો આવે છે જે બાદ પોલીસે તેને છાતીમાં ગોળી મારીને હત્યા કરી હતી. તેના મૃત્યુ પછી, એક ફોટોગ્રાફર તેના મૃત શરીરની સાથે મારપીટ કરતો જોવા મળ્યો હતો. તે તેના મૃત શરીર પર કૂદી રહ્યો હતો, તેને લાત મારતો હતો અને છાતીમાં મુક્કો મારતો હતો. કેમેરામેનની ધરપકડ વીડિયો સામે આવ્યા બાદ ફોટોગ્રાફરની ધરપકડ કરવામાં આવી છે.