ગુરુવાર, 5 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (13:47 IST)

Live-આજના ગુજરાત સમાચાર -એક મહિનામાં અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો નિર્ણય,

- નવરાત્રીમાં માત્ર 400 લોકોને મંજૂરી હોવાથી સતત બીજા વર્ષે એક પણ પાર્ટી પ્લોટ કે ક્લબમાં રાસ-ગરબા યોજાશે નહીં
 કોરોનાના કારણે સતત બીજા વર્ષે પણ અમદાવાદના પાર્ટી પ્લોટ અને ક્લબમાં રાસ - ગરબા નહીં યોજાય. જોકે ચાલુ વર્ષે રાજ્ય સરકારે રાસ ગરબા માટે મંજૂરી આપી છે, પરંતુ તે માત્ર 400 માણસો પૂરતી જ છે. જેથી પાર્ટી પ્લોટ - ક્લબના સંચાલકોએ રાસ ગરબા નહીં યોજવાનો નિર્ણય લીધો છે.

- ગુજરાતમાં 102 જળાશયો 70% અને 51 ડેમ 100% ભરાયાં, કુલ જળસંગ્રહ 67% પાર
હવામાન ખાતાની આગાહી મુજબ, 21 અને 22મી સપ્ટેમ્બરે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે તથા કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે.રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 76% વરસાદ થયો છે. ગત વર્ષે 20 સપ્ટેમ્બર સુધી 130% વરસાદ થઇ ગયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે હજુ 54% ઓછો વરસાદ છે. હાલ સરદાર સરોવરમાં 54 ટકા સંગ્રહ છે. સારા વરસાદને કારણે 15 દિવસમાં જળાશયોના જળસંગ્રહમાં 15 ટકાનો વધારો થયો છે. 

-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓને અધિકારીઓની બદલીની યાદી આપી દેવાઇ હોવાનું સૂત્રો જણાવે છે. 
 
ભૂપેન્દ્ર પટેલ પોતાની પાસેના વિભાગોમાં અધિકારીઓની બદલી-નિયુક્તિ કરશે. માત્ર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા આમાં અપવાદ રહેશે, CMના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીને આ હવાલો સોંપાઇ શકે છે. તે સિવાય શિક્ષણ, નાણાં, કૃષિ, મહેસૂલ, આરોગ્ય, પંચાયત, નર્મદા અને પાણી પૂરવઠા જેવાં મહત્ત્વના વિભાગોમાં બદલીઓ થવાની શક્યતા છે.

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત ગિરિની હત્યા કે આત્મહત્યા? શિષ્ય આનંદ ગિરિ દોષી સાબિત થશે ?
 
 શંકાસ્પદ હાલતમાં ફાંસી પર મૃતદેહ લટકતો મળ્યો
પ્રયાગરાજ અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરિનું સોમવારે શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. પોલીસના જણાવ્યા મુજબ મહંતનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. અખાડા પરિસદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીના મૃત્યુ સંદર્ભે તેમના શિષ્ય આનંદ ગિરીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નરેન્દ્ર ગિરીના રૂમમાંથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં આનંદ ગિરીનું નામ છે. આનંદ ગિરિ પર તેમને પરેશાન કરવાનો આરોપ છે. આનંદ ગિરી અને નરેન્દ્ર ગિરી વચ્ચે ગયા વર્ષે ઘણો વિવાદ થયો હતો. નરેન્દ્ર ગિરીએ આનંદ ગિરીને પણ મઠમાંથી બહાર કર્યા હતા
 
રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી લઈ ભારે વરસાદ પડવાની શક્યતા.
રાજ્યમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ત્યારે કોરા ધાકોર રહેલા અમદાવાદમાં ગઈ કાલથી જબરદસ્ત વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારે કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી લઈ ભારે વરસાદ પડવાની આગાહી.
-


01:46 PM, 21st Sep
રાજ્યના શ્રમિકો માટે સારા સમાચાર, 
 
અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો નિર્ણય,
 
 એક મહિનામાં અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો નિર્ણય, 
 
શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મીરજાએ લીધો નિર્ણય,
 
 અગાઉ ટેન્ડર પ્રક્રિયાને કારણે અન્નપૂર્ણા યોજના બંધ કરી હતી, 
 
શ્રમિકોને નજીવા દરે આહાર આપવા સરકારે લોન્ચ કરી હતી યોજના

11:49 AM, 21st Sep

લીંબડી- અમદાવાદ હાઇવે પર મુંબઈથી પોરબંદર જતી બસ ટ્રક સાથે અથડાઈ, બેનાં મોત અને 30ને ઇજા પહોંચી
લીંબડી અમદાવાદ હાઈવે ઉપર કાનપરા ગામનાં પાટીયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.જ્યારે ખાનગી લકઝરી બસમાં 30થી વધુ મુસાફરોને સામાન્ય ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા.અકસ્માત ઝોનમાં આવતા લીંબડી-અમદાવાદ હાઇવે પર અવારનવાર ગમખ્વાર અકસ્માતના બનાવો બને છે. જેમાં અનેક નિર્દોષ લોકો અકાળે કાળનો કોળીયો બને છે. આવો જ એક ગોઝારો અકસ્માત આજે વહેલી સવારે લીંબડી-અમદાવાદ હાઇવે પર બન્યો હતો. જેમાં લીંબડી અમદાવાદ હાઈવે ઉપર કાનપરા ગામનાં પાટીયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો.લીંબડી અમદાવાદ હાઇવે પર કાનપરા ગામનાં પાટીયા પાસે સર્જાયેલા આ ગોઝારા અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.જ્યારે ખાનગી લકઝરી બસમાં 30થી વધુ મુસાફરો આબાદ બચાવ થયો હતો. ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કુલ બે વ્યક્તિના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ગમખ્વાર અકસ્માતમાં ખાનગી લકઝરી બસમાં 30થી વધુ મુસાફરો આબાદ બચાવ થયો હતો. મુંબઇથી પોરબંદર તરફ જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટના બાદ લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલિસ દ્વારા બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ હાઇવે પર ટ્રાફિક પુન: ધમધમતો થયો હતો.

11:06 AM, 21st Sep
મહંત CBI તપાસ માટે હાઇકોર્ટમાં અરજી દાખલ, અંતિમ દર્શન માટે બાધંબરી ગદ્દી મઠમાં રાખવામાં આવશે પાર્થિવદેહ
 
પ્રયાગરાજમાં સોમવારે સાંજે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ અને નિરંજની અખાડાના સચિવ મહંત નરેન્દ્રગિરિનું શંકાસ્પદ સંજોગોમાં નિધન થયું હતું. તેમને આજે સમાધિ આપવામાં આવશે.
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે પંચ પરમેશ્વર મહંત નરેન્દ્રગિરિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લેશે. હાલ તેમના મૃતદેહને ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવ્યો છે.

09:57 AM, 21st Sep
અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ 
વસ્ત્રાલ વટવા નિકોલ ઓઢવ હાથીજણ ખોખરા અમરાઈવાડી હાટકેશ્વર વિસ્તાર માં સવાર થી ધોધમાર  વરસાદ
કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ ની ધમાકેદાર બેટિંગ
વીજળી ના કડાકા ને ભડાકા  સાથે ઝાપટું
નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરવા નું ચાલુ