બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (14:15 IST)

બેંકમાં નકલી સોનુ મુકીને લીધી બે કરોડની લોન, પતિ-પત્નીની ધરપકડ

મહારાષ્ટ્રના ઠાણે જીલ્લાની કો-ઓપરેટિવ બેંકમાં 2 કરોડના ગોલ્ડ લોનનુ કૌભાંડ સામે આવ્યુ છે. આ કૌભાંડમાં પતિ-પત્નીએ બેંક મેનેજર્ર અને ગોલ્ડ વૈલ્યુઅરની મિલીભગતને કારણે આ શક્ય બન્યુ.   મામલાના ખુલાસા પછી આરોપી પતિ-પત્ની પોતાના ગામ આવી રહ્યા છે. સૂચના પછી પોલીસે ઘેરાબંદી કરી અને આરોપી દંપત્તિની ધરપકડ કરી. 
 
મહારાષ્ટ્રના પાલઘર જીલ્લાની મોખાડા પોલીસે આરોપી હેમંત ઉદાવંત અને તેમની પત્નીની ધરપકડ કરી છે. એવુ કહેવાય રહ્યુ છે કે ઉદાવંત અને તેની પત્ની 2016થી ફરાર ચાલી રહી હતી.  બંનેયે 2016 માં ઠાણે ડિસ્ટ્રિક્ટની કો-ઓપરેટિવ બેંકમાંથી બે કરોડ રૂપિયાની ફેક ગોલ્ડ લોન લીધી. આરોપીએ બેંકમાં પોતાની પત્ની અને પરિવારના અન્ય સભ્યો, ડ્રાઈવર, કર્મચારીઓ અને સંબંધીઓના નામથી બેંકમાં અનેક ખાતા ખોલાવ્યા.  ત્યારબાદ બેંક મેનેજર બેંકના ગોલ્ડ વેલ્યુઅર અને અન્ય સ્ટાફની મિલીભગત સાથે આ કૌભાંડ કર્યુ  આ ખાતા દ્વારા નકલી સોનુ ગિરવે મુકીને તેના પર લગભગ બે કરોડ રૂપિયાની લોન લેવામાં આવી.  લગભગ 5.6 કિલો નકલી સોનાના ઘરેણા બેંકમાં ગિરવે મુકતી વખતે બેંકના ગોલ્ડ વૈલ્યુઅરે તેને અસલી સોનાના  રૂપમાં સર્ટિફાઈડ કર્યા. આ રીતે બેંક મેનેજરની તરફથી ઉદાવંત અને તેના નિકટના લોકોની અનેકવાર લોન મંજૂર કરી. 
 
વર્ષ 2016માં એક વ્હિસ્લ બ્લોઅરના કારણે આ  કૌભાંડ સામે અઅવ્યુ. ત્યારે પોલીસે બેંક મેનેજર, બેંકના સિક્યોરિટી સ્ટાફ અને વૈલ્યૂઅર સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી. પણ ઉદવંત અને તેની પત્ની પોલીસની પકડમાં આવ્યા નહોતા.  ત્યારબાદથી પોલીસ આ દંપતિને શોધી રહી હતી. આ અઠવાડિયાથી શરૂ મોખાડા પોલીસને પુરાવો મળ્યો કે ઉદાવંત મોખાડામાં પોતાના ગામમાં આવવાની છે. પોલીસે એ હિસાબે જાળ પાથરી. બુધવારે જએવા જ ઉદાવંત અને તેની પત્ની ગામ પહોચ્યા, તેમની ધરપકડ કરી લેવામાં આવી.