ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 23 ઑક્ટોબર 2024 (12:31 IST)

Hyderabad News Video : કૂતરાને પકડવા યુવકે લગાવી દોડ,ત્રીજા માળેથી પડતા મોત

hydrabad news
hydrabad news
Hyderabad News: હૈદરાબાદમાં એક  હોટલના ત્રીજા માળેથી દુર્ઘટનાવશ પડી જવાથી એક 22 વર્ષીય યુવકનુ મોત થઈ ગયુ.  યુવક હોટલના કોરિડોરમાં એક કૂતરાને પકડવા માટે તેની પાછળ દોડી રહ્યો હતો. ત્યારે સંતુલન બગડવાને કારણે તે ત્રીજા માળેથી નીચે પડે ગયો. આ દુર્ઘટનામાં યુવકે જીવ ગુમાવ્યો. 
 
 ચંદનનગર પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના મોડી રાત્રે (20 ઓક્ટોબર) થઈ હતી. જ્યારે કુતરાનો પીછો કરતા યુવક પોતાનું બેલેન્સ ગુમાવતા ત્રીજા માળની બારીમાંથી અડધો બહાર નીકળી જતા અકસ્માતે નીચે પડી ગયો હતો અને તેનું મોત નીપજ્યું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મંગળવારે (22 ઓક્ટોબર) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં યુવક કથિત રીતે કૂતરાનો પીછો કરતો અને બાદમાં બારીમાંથી પડતો જોવા મળે છે.

 
પોલીસે વધુમાં જણાવ્યું કે યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. અધિકારીએ જણાવ્યું કે યુવક પોતાના કેટલાક મિત્રો સાથે પોતાનો જન્મદિવસ મનાવવા માટે હોટલમાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે મૃતકના પિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ ચાલુ છે.