મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 3 મે 2018 (10:38 IST)

ટ્રેનમાં ટૉયલેટના પાણીથી બનાવી ચા... વીડિયો વાયરલ થતા એક લાખનો દંડ

. એક બાજુ જ્યા સરકાર બુલેટ ટ્રેન જેવા દાવા કરી રહી છે તો બીજી બાજુ રેલવેની એવી તસ્વીર સામે આવી છે જેને દરેક કોઈને ઝંઝોળી મુક્યા છે. થોડા દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોએ લોકોના હોશ ઉડાવી મુક્યા હતા. 
આ વીડિયોમાં બતાવ્યુ છે કે  ટ્રેનના ટૉયલેટના પાણીને ચા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહી હતી. આ ઘટના પર રેલવે તરફથી કાર્યવાહી કરવામાં આવી છે. રેલવેએ વેંડર પર એક લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. 
રેલવે તરફથી રજુ નિવેદન મુજબ વીડિયો ગયા વર્ષે ડિસેમ્બરના છે. ટૉયલેટના પાણીથી ચા બનાવવાની ઘટના હૈદરાબાદના સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર ચેન્નઈ સેંટ્રલ હૈદરાબાદ ચારમીનાર એક્સપ્રેસમાં થઈ. 
 
એસસીઆરના મુખ્ય જનસંપર્ક અધિકારી એમ ઉમાશંકર કુમારે કહ્યુ, 'તપાસ પછી સિકંદરાબાદ અને કાજીપેટ વચ્ચેના ખંડ પર કામ કરનારી ટ્રેન સાઈડ વેડિંગ કોંટ્રેક્ટર પી. શિવપ્રસાદના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી.  લાઈસેંસ ધારક પર આઈઆરસીટીસીએ એક લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.