ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 26 ફેબ્રુઆરી 2019 (11:06 IST)

LoC પાર IAFની મોટી કાર્યવાહી, 12 મિરાજ વિમાનોએ તબાહ કર્યા જૈશના કૈપ, 200 ના મોત - સૂત્ર

એવુ કહેવાય રહ્યુ છે કે ભારતે મંગળવારે સવારે પાકિસ્તાનની અંદર હવાઈ હુમલો કરી અનેક આતંકવાદી શિબિરોને નિશાન બનાવ્યા. સૂત્રોએ આ માહિતી આપી. સૂત્રોએ જણાવ્યુ કે ભારતીય વાયુસેના  (Indian Airforce)ના વિવિધ લડાકૂ વિમાનોએ ખૈબર પખ્તૂનખ્વા ક્ષેત્રના બાલાકોટમાં પાકિસ્તાન સ્થિત અનેક આતંકવાદી સમૂહોના શિવિરોને સફળતાપૂર્વક નષ્ટ કર્યા. ભારતીય વાયુસેનાએ આ કાર્યવાહી પુલવામા હુમલા (Pulwama Attack) ના ઠીક 12 દિવસ પછી કરી છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ હુમલામાં 200થી 300 આતંકી માર્યા ગયા છે. પાકિસ્તાનની સેનાએ મંગળવારે આરોપ લગાવ્યો કે ભારતીય વાયુસેનાએ મુજફરાબાદ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી)નુ  ઉલ્લંઘન કર્યુ છે. 
 
- પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાએ હુમલા પછી મંગળવારે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રહેઠાણ પર સુરક્ષા કેબિનેટ સમિતિની બેઠક થઈ રહી છે. નાણાકીય મંત્રી અરુણ જેટલી,  વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ બેઠકમાં હાજર છે. 
 
- સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, પ્રધાનમંત્રી કાર્યાલયના અન્ય ટોચના અધિકારી અને સુરક્ષા વિભાગ સાથે જોડાયેલ તમામ મોટા અધિકારી બેઠકમાં હાજર છે. સૂત્રોએ જણાવ્યુ કે એવુ કહેવાય રહ્યુ છે કે ભારતે મંગલવારે સવારે પાકિસ્તાનની અંદરના ભાગમાં હવાઈ હુમલો કરી આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે. 
- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાકિતાનના કબજાવાળા કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણા પર કાર્યવાહીની પ્રશંસા કરતા ટ્વિટર પર લખ્યુ, હુ ભારતી વાયુસેના પાયલોટ ટીમને સલામ કરુ છુ. 
- કોગ્રેસ સંચાર વિભાગના પ્રમુખ રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરી કહ્યુ - વાયુ સેનાના જાબાંજ રણબાંકુરોને નમન. 
 
- સૂત્રોના જણાવ્યા મુજબ વાયુસેનાના 10થી 12 મિરાજ લડાકૂ વિમાનોના વહેલી સવારે સાઢા ત્રણ વાગ્યે મુજફ્ફરાબાદ, બાલાકોટ અને ચકોટી જેવા ક્ષેત્રોમાં ભારે બોમ્બબારી કરી જેમા પુલવામા હુમલાની જવાબદારી લેનારા આતંકવાદી સંગઠન જૈશ-એ- મોહમ્મદના અનેક કૈપ સંપૂર્ણ રીતે જમીનદોસ્ત થઈ ગયા.  આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા જવાની વાત કહેવામાં આવી રહી છે. 
 
- રક્ષા મંત્રાલય અને વાયુ સેનાએ હાલ આ કાર્યવાહીની પુષ્ટિ કરી નથી પણ પાક્સિતાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફૂરે કહ્યુ છેકે ભારતીય વાયુ સેનાના વિમાનોએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં કાર્યવાહી કરી છે. તેમણે કહ્યુ કે ભારતી વિમાન ઉતાવળમાં ખુલ્લા ક્ષેત્રમાં બોમ્બબારી કરીને જતા રહ્યા. 
 
ઉલ્લેખનીય છે કે પુલવામાં હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસબળના 44 જવાનોના શહીદ થયા પછી દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે આતંકવાદીઓને ખૂબ મોટી ભૂલ કરી છે અને તેમને આની કિમંત ચુકવવી પડશે.  આ હુમલાના બે દિવસ પછી જ વાયુસેના પ્રમુખ એયર ચીફ માર્શલ બી એસ ધનોવાએ કહ્યુ હતુ કે વાયુસેના રાજનીતિક નેતૃત્વ તરફથી મળેલ નિર્દેશ પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.