મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 26 ફેબ્રુઆરી 2019 (11:32 IST)

Pokમાં આતંકીઓ પર મોટી કાર્યવાહી કરનાર લડાકૂ વિમાન મિરાજ 2000 ના વિશે જાણકારી Mirage2000

પુલવામાં હુમલાના ઠીક 12 દિવસ પછી ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાનએ સીમા પાર કરી પાકિસ્તાનના કબ્જાવાળા કશ્મીરમાં સ્થિત્ત આતંકવાદી ઢાચા પર મંગળવારે સવારે ભારી બમબારી કરી જેમાં ઘણા આતંકવાદી કેંપ પૂરી રીતે નેસ્તનાબૂદ થઈ ગયા. સૂત્રો મુજબ વાયુસેનાના 10 થી 12 મિરાજ લડાકૂ વિમાનને સવારે સાડા ત્રણ વાગ્યે મુજફ્ફરાબાદ, બાલકોટ્ટ અને ચકોટી જેવી ક્ષેત્રોમાં ભારે બમબારી કરી જેમાં પુલવામા હુમલાની જવાબદારી લેનાર આતંકવાદી સંગઠન જેશ-એ-મોહબ્બદના ઘણા કેંપ પૂરી રીતે જમીંદોજ થઈ ગયા આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં આતંકીઓ મારી જવાની વાત કહેવાઈ રહી છે. 
મોટી કાર્યવાહી: મિરાજ 2000 એ એક હજાર કિલો બમથી ધ્વસ્ત કર્યા આતંકી કેંપ 
જાણો લડાકૂ વિમાન મિરાજ 2000 વિશે 
1. ફ્રાંસની કંપની ડસૉલ્ટ એવિએશનએ મિરાજ 2000 લડાકૂ વિમાન બનાવ્યું છે. આ તે કંપની છે જેને રાફેલને બનાવ્યું છે. 
2. મિરાજ 2000વિમાનની લંબાઈ 47 ફીટ અને આ ખાલી વિમાનનો વજન 7500 કિલો છે. 
3. મિરાજ 2000  13800 કિલો ગોલા વારૂદની સાથે 2336 કિમી દરકલાકની સ્પીડથી ઉડી શકે છે. 
4. મિરાજ 2000 125 રાઉંડ ગોળીપ દર મિનિટ ફેંકે છે અને 68 મિમીના 18 રૉકેટ દરમિનિટ ફેંકે છે. 
5. પહેલીવાર 1970માં ઉડાન ભરતું મિરાજ 2000 ફ્રેંચ મલ્ટીરોલ, સિંગલ ઈંજન ચૌથી પેઢીના ફાઈટર જેટ છે. આ ફાઈટર જેટ જુદા જુદા દેશોમાં સેવા આપી રહ્યું છે. 
6. મિરાજ 2000 એક સાથે હવા થી જમીન અને હવાથી હવામાં માર કરવામાં સક્ષમ છે. 
7. ડસોલ્ટ મિરાજ 2000 લડાકૂ વિમાનએ કારગિલ યુદ્દમાં મોટી ભૂમિકા રહી હતી. 
8. ઓક્ટોબર 1982માં ભારતએ 36 સિંગલ સીટર સિલેંડર મિરાજ 2000 એચએસ અને 4 ટ્વીન સીટર મિરાજ 2000 ટીએસએસનો આર્ડર આપ્યું હતું.