શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: પટના. , મંગળવાર, 17 નવેમ્બર 2020 (15:05 IST)

બિહારમાં મંત્રીઓના વિભાગો વહેંચાયા, જાણો કોણે કયુ મંત્રાલય મળ્યુ

બિહારના રાજકારણમાં નવો ઇતિહાસ રચતા નીતીશ કુમારે બે દાયકામાં સાતમી વખત રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા. સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે વિધાનસભાનું સત્ર 23 થી 27 નવેમ્બર સુધી બોલાવવામાં આવશે. નવી સરકારના મંત્રીમંડળની પહેલી બેઠક મંગળવારે મળી,જેમાં મંત્રીઓના વિભાગ વિભાજિત કરવામાં આવ્યા છે. વિભાગોનું વિભાજન પહેલાની જેમ ભાજપ અને જેડીયુના નેતાઓ વચ્ચે કરવામાં આવ્યુ છે. જાણો કોણે કયુ મંત્રાલય મળ્યુ 
નીતીશ કુમાર: ગૃહ, વિઝિલેંસ, સામાન્ય વહીવટ
મંગલ પાંડે: આરોગ્ય મંત્રાલય અને માર્ગ અને પરિવહન મંત્રાલય
જીવેશ મિશ્રા: પર્યટન, મજૂર અને ખાણ અને ભૂતત્વ 
અશોક ચૌધરી: મકાન બાંધકામ અને લઘુમતી કલ્યાણ મંત્રાલય
મેવાલાલ ચૌધરી: શિક્ષણ પ્રધાન
વિજય કુમાર ચૌધરી: ગ્રામીણ વિકાસ, ગ્રામીણ કાર્ય, જળ સંસાધન, PRD, સંસદીય કાર્ય. 
સંતોષ માંઝી: નાના સિંચાઈ વિભાગ
તારકિશોર પ્રસાદ: સુશીલ મોદી જે વિભાગો પર નજર રાખતા હતા તે તમામ નાણાં, વાણિજ્ય અને અન્ય મોટા મંત્રાલયો જેવા હતા.
શીલા કુમારી: પરિવહન વિભાગ
રેણુ દેવી: પંચાયતી રાજ, ઓબીસી, ઇબીસી અને ઉદ્યોગ
રામપ્રીત પાસવાન: પી.એચ.ડી.
અમરેન્દ્ર પ્રતાપસિંહ: કૃષિ, સહકાર અને શેરડી ઉદ્યોગ
બિજેન્દ્ર પ્રસાદ યાદવ: ઊર્જા, ફૂડ પ્લાનિંગ, એક્સા
મુકેશ સાહની: પશુપાલન
રામ સુંદર રાય: મહેસૂલ અને જમીન સુધારણા